Site icon Revoi.in

ગુડ FOOD, ગુડ MOOD-  જાણો શા માટે આપણા મૂડ પર સારો ખોરાક સારી અસર કરે છે

Social Share

આપણે ઘણી રેસ્ટોરન્ટમાં ભોજનાલયોમાં ગુડ ફૂડ, ગુડ મૂડ જેવું વાક્ય અવાર નવાર જોયું હશે અને વાચ્યું હશે, કારણે કે સારા ફૂડની સીધઈ અસર સારો મૂડ છે. સ્વસ્થ રહેવા માટે જે રીતે સારા ભોજનની જરુર છે તે જ રીતે તમારા સારા મૂડ પર ભોજનની પણ એટલી જ અસર થાય છે.ખોરાક માત્ર સારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ મોટી અસર કરે છે. કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો તણાવયુક્ત આહાર અથવા ભાવનાત્મક આહારમાં વ્યસ્ત રહે છે.સામાન્ય રીતે જંક ફૂડ તમને થોડા સમય માટે સારું લાગે છે, પરંતુ થોડા સમય પછી તમે વધુ થાક અને સુસ્તી અનુભવો છો. તેથી, તમારે તમારા ખોરાકને સમજદારીપૂર્વક પસંદ કરવો જોઈએ.

આપણે ઘણો એવા ખોરાક લઈએ છીએ કે જે જે ફક્ત તમારા મૂડને જ સુધારતા નથી, પરંતુ સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે. તો જાણો મૂડને સુધારવા માટે તમે કેવા પ્રકારના ખોરાકનું સેવન કરી શકો છો.

એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે પુષ્કળ ફળો અને શાકભાજી ખાવાથી માત્ર માનસિક સ્વાસ્થ્ય પર જ સકારાત્મક અસર થતી નથી, પરંતુ તે સુખ અને એકંદર જીવન સંતોષની લાગણી તરફ દોરી જાય છે.

આ અભ્યાસ દરમિયાન, જે વ્યક્તિઓએ ફળો અને શાકભાજીની આઠ કે તેથી વધુ વાનગીનું સેવન કર્યું હતું તેઓને જીવનનો સંતોષ વધુ હતો. કેટલાક ખાદ્ય સંયોજનો અને પોષક તત્ત્વો છે જે તમારા મૂડને ઉત્તેજીત કરવામાં મદદ કરી શકે છે જ્યારે અન્ય તમારા ઉર્જા સ્તરને સત્વ કરી શકે છે,

જ્યારે મૂડ સારો કરવાની વાત આવે છે, ત્યારે જટિલ કાર્બોહાઇડ્રેટ્સ લેવાનું પસંદ કરી શકો છે. પ્રોટીન અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સનું મિશ્રણ તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે. શક્કરિયા, ક્વિનોઆ અને ઓટ્સ જેવા ખોરાક મગજમાં ‘સેરોટોનિન’ નામનું ફીલ-ગુડ કેમિકલ વધારે છે અને તમને શાંત અને ખુશ અનુભવે છે.

Exit mobile version