Site icon Revoi.in

તહેવાર પહેલા ભારતીયો માટે સારા સમાચાર,સપ્ટેમ્બરમાં રોજગારીમાં જોવા મળ્યો 57 ટકાનો ઉછાળો

Social Share

તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસના સંક્રમણના સમયે એટલે કે કોરોનાની પહેલી અને બીજી લહેરના સમયે દેશમાં કેટલાક મોટા ભાગના કામ અટકી પડ્યા હતા અને તેના કારણે કેટલાક લોકોની નોકરી પણ ગઈ હતી. પણ હવે દેશમાં કોરોના પછી સકારાત્મક સુધારા જોવા મળી રહ્યા છે. આ કારણે સપ્ટેમ્બરમાં 57 ટકાનો રોજગારીમાં ઉછાળો જોવા મળ્યો છે.

નોકરી જોબસ્પીકના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જોબ માર્કેટની રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને ચાલુ રહી હતી. કુલ 2,753 રોજગાર પ્લેસમેન્ટ સાથે આ ઈન્ડેક્સ સપ્ટેમ્બર 2019માં પૂર્વ-કોવિડ સ્તરની તુલનામાં 21 ટકા વધ્યો છે.

નોકરી જોબસ્પીક એક માસિક ઈન્ડેક્સ છે જે Naukri.com વેબસાઈટ પર દર મહિને જોબ લિસ્ટિંગના આધારે પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓની ગણતરી કરે છે અને રેકોર્ડ કરે છે. નોકરી જોબ સ્પીકનો હેતુ વિવિધ ઉદ્યોગો, શહેરો અને અનુભવ સ્તરો પર ભરતી પ્રવૃત્તિને માપવાનો છે. પ્રતિ વર્ષે મોટાભાગના ક્ષેત્રો આઈટી 138 ટકા અને આતિથ્ય 82 ટકાથી વધુની આગેવાની હેઠળ નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
જો કે ઉલ્લેખનીય છે કે ભારતીય સંગઠનોમાં ડિજિટલ પરિવર્તનની તાજેતરની લહેરને કારણે ટેકનિકલ વ્યાવસાયિકોની માંગને વેગ મળ્યો છે. આઈટી – સોફ્ટવેર / સોફ્ટવેર સેવા ક્ષેત્રે વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર, 2021માં 138 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

Exit mobile version