Site icon Revoi.in

PM મોદીની US મુલાકાત ભારતીયો માટે લાવી સારા સમાચાર – બાઈડન વહિવટ તંત્ર H-1B વિઝા પર નવી યોજના રજૂ કરશે

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીયો માટે નવી યોજના રજૂ કરી શકે છે જેના થકી  H-1B વિઝા ઘરાવનારા લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બાઈડને વહીવટીતંત્ર ભારતીયો માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ કરવાનું સરળ બનાવાની કાગીરી હાથ ઘરી છે અને કેટલાક કુશળ કામદારોની ભરતી કરવા માટે આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની રાજ્ય મુલાકાતનો ઉપયોગ કરશે.

માહિતી પ્રમાણે H1B કેટલાક કામદારોની ભરતી કરવા જઈ રહ્યું છે.બાઈડેન પ્રશાસનના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ભારતીયો માટે અમેરિકામાં રહેવું અને કામ કરવું સરળ બનશે.બાઈડેન વહીવટીતંત્ર આ અઠવાડિયે  ભારતીયોને વિઝા નિયમો હળવા કરીને દેશમાં પ્રવેશવા અથવા રહેવામાં મદદ કરવા માટે કરી શકે છે.

આ બાબતથી પરિચિત ત્રણસૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો વિદેશ વિભાગ ગુરુવારે તરત જ જાહેરાત કરી શકે છે કે કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામદારો વિદેશ પ્રવાસ કર્યા વિના યુએસમાં H-1B વિઝા રિન્યૂ કરી શકશે.

તાજેતરમાં  યુએસ વિઝાની મંજૂરીમાં 6 મહિનાથી વધુ સમય લાગે છે. જો કે, બાઈડન અને પીએમ મોદીની મુલાકાત બાદ આ રાહ જોવાનો સમયગાળો ટૂંકો થશે છે. કેટલાક કુશળ લોકોને તેનો લાભ મળશે.

ભારતીય નાગરિકો અત્યાર સુધીમાં યુએસ H1B પ્રોગ્રામના સૌથી વધુ સક્રિય વપરાશકર્તાઓ રહ્યા છે, અને FY2022માં પ્રકાશિત થયેલા આશરે 4,42,000 H1B કામદારોમાંથી 73 ટકા ભારતીય નાગરિકો છે.રાજ્ય વિભાગ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે કે H1-B વિઝા પર કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામદારો વિદેશ પ્રવાસ કર્યા વિના યુએસમાં વિઝા રિન્યૂ કરી શકશે. પાયલોટ હેઠળ આગામી વર્ષોમાં તેનું વિસ્તરણ કરી શકાય છે.