Site icon Revoi.in

વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણવાર લેવાશે,

Social Share

અમદાવાદ:  ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે હવે વર્ષમાં ત્રણ વાર સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની પરીક્ષા ત્રણવાર લેવામાં આવશે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાતી હતી. જે હવે ત્રણ વાર પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો અમલ આગામી મે માસ કરાશે. સીએ ફાઉન્ડેશનના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

વિદ્યાર્થીઓએ ચાર્ટડ એકાઉન્ટ બનવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અને ઘણાબધા વિદ્યાર્થીઓ બે-ત્રણ ટ્રાયલ બાદ સીએની ડિગ્રી પ્રાપ્ત કરી શકતા હોય છે. સીએ બન્યા બાદ મલ્ટી નેશનલ કંપનીઓમાં કે ખાનગી પ્રેક્ટિસ કરીને સારી રોજગારી પ્રાપ્ત કરી શકાતી હોવાથી  ધોરણ 10 પછી કોમર્સ કરી ચાર્ટડ એકાઉન્ટન્ટની કારકિર્દી તરફ આગળ વધવાનો ક્રેઝ વિધાર્થીઓમાં વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં પહેલાં સીએ ફાઉન્ડેશનમાં દેશ ભરમાં 80 હજાર વિધાર્થી એડમિશન મેળવતા હતા. જે સંખ્યા હાલ સવા લાખને આંબી ગઈ છે. ત્યારે  સીએના વિદ્યાર્થીઓ માટે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા જે અત્યાર સુધી વર્ષમાં બેવાર મે અને નવેમ્બર મહિનામાં લેવાતી હતી એ હવે વર્ષમાં ત્રણવાર લેવામાં આવશે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સમાં વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવાયો છે. જેનો મે 2024થી અમલ થશે. આખા દેશમાં અમદાવાદની ICAIની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. હાલ અમદાવાદમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.  નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને સીએના કોર્સમાં પાછલા બે વર્ષમાં અલગ અલગ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સીએનો કોર્સ 5 વર્ષનો હતો. જેના બદલે વર્ષ 2023-24માં સીએ 4 વર્ષમાં પૂર્ણ થાય તેવો બદલાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીની કારકિર્દીઓને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ બદલાવના કારણે સીએ ફાઉન્ડેશન કોર્સમાં પાછલા પાંચ વર્ષમાં 10 ટકા વધારો પણ જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલા 80થી 90 હજાર વિદ્યાર્થીઓ સીએનો કોર્સ કરતા હતા જે આંકડો હાલમાં વધ્યો છે. હાલ અંદાજે સવા લાખ વિદ્યાર્થીઓનો સીએ પસંદગીનો વિષય બન્યો છે.

Exit mobile version