Site icon Revoi.in

અમેરિકા જવા માંગતા લોકો માટે ખુશખબર, વેક્સનિના બન્ને ડોઝ લેનારા ભારતીય 8 નવેમ્બરથી જઈ શકશે USના પ્રવાસે

Social Share

દિલ્હીઃ- કોરોનાકાયલ દરમિયાન અમેરિકાએ ભારતના લોકો માટે પ્રતિબંધ જાહેર કર્યો હતો, ત્યારે હવે સ્થિતિ જેમ જેમ સામાન્ય થતી જોવા મળે છે તેમ તેમ અનેક દેશોએ પ્રતિબંઘો હળવા કર્યા છે, આ જ શ્રેણીમાં હવે અમેરિકાએ  વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકો માટે અમેરિકાના દ્રાર ખોલાવીન તૈયારી કરી છે.

મળતી માહિતી પ્રમાણે એફડીએ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય કોરોના રસીના બંને ડોઝ લેનારા ભારતીયો હવે 8 નવેમ્બરથી અમેરિકાની મુલાકાતે જઈ શકે છે,આ સમગ્ર બાબતને લઈને વ્હાઇટ હાઉસે વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે, વેક્સિનના બન્ને ડોઝ લીધેલા લોકો માટે આ પ્રતિબંધો 8 નવેમ્બરના રોજ થી હટાવી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ વિતેલા વર્ષના આરંભના જાન્યુઆરી મહીનાથી જ ચીનથી આવતા પ્રવાસીઓ પર અમેરિકાએ બેન મૂક્યો હતો ત્યારબાદ તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા ઘણા દેશોના નાનોગરિકોના અમેરિકા પ્રવેશ પ્રતિબંધ જાહેર કર્યો. ત્યારે હવે અમેરિકાએ લાગુ કરેલી ટ્રાવેલ પોલિસીમાં શુક્રવારે મોટો બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ યુરોપ, ભારત, બ્રાઝિલ અને ચીનથી આવતા પ્રવાસીઓ માટે મૂકવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી પ્રમાણે જારી કરાયેલ નવી યોજનામાં કોરોનાની રસીના બંને ડોઝ લેનારા અને 72 કલાક પહેલા કરાવેલા કોરોના નેગેટિવ ટેસ્ટ  કરાવેલ પ્રવાસીઓ અમેરિકા જતી ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે . તેમણે પોતાની કોન્ટેક્ટ ટ્રેસિંગ માહિતી પણ જમા કરાવાની રહેશે. વેક્સિનના બન્ને ડોઝ જે લોકએ નથી લીધા તેઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.આ માટે ભારતીયો એ યુએસએફડીએ અથવા તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇમર્જન્સી યૂઝ માટે માન્યતા પ્રાપ્ત કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત લીધા હોવા જોઈએ