Site icon Revoi.in

ગૂગલ પણ તમારી દરેક પ્રવૃતિને કરે છે ટ્રેક – રોકવા માગો છો તો સેટિંગ્સમાં જઈને કરો આ ચેન્જ

Social Share

ગૂગલ હવે દુનિયાના દરેક ખૂણામાં પહોંચી ગયું છે, તેનું કારણ છે કે આજકાલ દરેક વાત માટે લોકો ગૂગલ સુધી પહોચી રહ્યા છે, લોકોને દરેક વાત હવે ગૂગલ દ્વારા જોઈએ છે અને કદાચ આ જ કારણોસર ગૂગલ એટલું સક્ષમ થઈ ગયું કે તે દરેક લોકોને પ્રવૃતિને અતિ સરળતાથી ટ્રેક કરી શકે છે. પણ મોબાઈલમાં કેટલાક એવા સેટિંગ્સ પણ છે જેનાથી પોતાનું થતું ટ્રેકિંગ રોકી શકાય છે.

જો તમે કોઇ એક એપનું લોકેશન પરમિશન બંધ કરવા માંગતા હોવ તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો.

એન્ડ્રોઇડ ફોનની સેટિંગ્સ પર જાઓ. પછી લોકેશન પર ટેપ કરો. આ પછી, તમે કોઈપણ એપને લોકેશન પરમિશનની એક્સેસ આપવા માટે સ્વાઇપ કરીને ડોંગલને ઓન અથવા બ્લોક કરી શકો છો.

આ ઉપરાંત લોકેશન ટ્રેકિંગ બંધ કરવાની બે રીત છે. પ્રથમ વિકલ્પમાં, તમારા ઉપકરણ પરની તમામ એપ્લિકેશનના સ્થાન ડેટાની પરવાનગી બ્લોક થઇ જશે, એપ્લિકેશન પર પરવાનગીઓને અવરોધિત કરવાની પ્રથમ રીત એ છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગ્સ પર જવું. પછી ડેટા લોકેશન પર ક્લિક કરો.આ પછી, લોકેશન પરવાનગી પર ડાબે સ્વાઇપ કરીને તેને બંધ કરી શકાય છે. એ જ રીતે, તમે લોકેશનની પરવાનગીઓ પણ ચાલુ કરી શકો છો.

APP પરવાનગીઓને અવરોધિત કરવાની બીજી રીત તમારા Google એકાઉન્ટની લોકેશન હિસ્ટ્રી ફીચર બંધ કરીને તમે લોકેશન ટ્રેકિંગ પણ બંધ કરી શકો છો. આ સાથે, બધી ગૂગલ એપ્લિકેશન્સ અને સેવાઓ એક જ સ્વાઇપથી બંધ કરી શકાય છે. ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો. અહીં મેનેજ કરો. ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરો. પછી ગુગલ એકાઉન્ટના પ્રાઇવસી અને પર્સનાલાઇઝેશન ઓપ્શન પર ક્લિક કરો. અહીં લોકેશન હિસ્ટ્રી ઓફ એક્ટિવિટી કંટ્રોલ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.તે પછી લોકેશન હિસ્ટ્રી પર ડાબે સ્વાઇપ કરો.