Site icon Revoi.in

ગૂગલ ફોન એપ પર હવે અજાણ્યા નંબર પરથી આવતો કોલ થશે રેકોર્ડ

Social Share

દિલ્હી – ગૂગલ ફોન એપ્લિકેશનમાં હવે અજાણ્યા ફોન નંબર્સથી આવતો કોલ રેકોર્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. વિતેલા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ  કરવાનો વિકલ્પ શરૂ કર્યો હતો જે ઘણા ફોનમાં ઉપલબ્ધ છે. પાંચ કરડોથી પણ વધુ મોબાઈલ ફોન સુધી પહોંચેલી આ એપની સેટિંગમાં આ વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે.

જો કે આ વિકલ્પ બઘા જ દેશોમાં ઉપલબ્ધ નહી હોય,જો કે ભારતમાં વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરી શકશે, જો કે બીજી અડચમ એ પણ છે કે, આ સુવિધા દરેક ફોનમાં આપવામાં આવશળે નહી, જો યૂઝર્સ રેકોર્ડિંગનો વિકલ્પ અપનાવશે, તે અંગેની સુચના નોટિફિકેશન તરીકે ફોન કરનારા વ્યક્તિને પણ મળશે, અર્થાત તેનો ફોન રેકોર્ડ થાય છે તે વાતની જાણ તેને પણ નોટિફિકેશન દ્રારા થશે.

એટલે કે, તે જાણી શકશે કે તેનો કોલ  કે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ચાઇનીઝ સહિત સેમસંગ અને અન્ય ઘણી કંપનીઓના ફોનમાં ઓટો કોલ રેકોર્ડિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ તેમાં સામે વાળી વ્યક્તિઓને જાણ નથી થતી કે તેનો ફોન કે વાતચીત રેકોર્ડ થઈ રહી છે.

સાહિન-