Site icon Revoi.in

ગૂગલે ડૂડલ બનાવીને Stefania Maracineanuને તેમની 140મી જન્મજયંતિ પર યાદ કર્યા

Social Share

દિલ્લી: સર્ચ એન્જીન ગૂગલે આજરોજ ડૂડલ બનાવીને Stefania Maracineanu ને તેમની 140મી જન્મજયંતિ પર યાદ કર્યા છે.Stefania Maracineanu એક ભૌતિકશાસ્ત્રી હતા જેમણે રેડિયોએક્ટિવિટીની શોધ અને સંશોધનમાં મોટો ફાળો આપ્યો હતો.

1910માં Stefania Maracineanu ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાનમાં સ્નાતક થયા.તેણીએ બુખારેસ્ટની સેન્ટ્રલ સ્કૂલ ફોર ગર્લ્સમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.Stefania Maracineanu ને રોમાનિયાઈ વિજ્ઞાન મંત્રાલય તરફથી શિષ્યવૃત્તિ પણ મળી છે. તે સમયગાળો હતો જ્યારે મેરી ક્યુરીના નિર્દેશનમાં રેડિયમ સંસ્થા ઝડપથી રેડિયોએક્ટિવિટીના સંશોધન માટે વિશ્વવ્યાપી કેન્દ્ર બની રહી હતી.ત્યાં, Maracineanu એ પોલોનિયમ પર પીએચડી થીસીસ પર કામ કરવાનું શરૂ કર્યું. પોલોનિયમની શોધ મેરી ક્યુરીએ કરી હતી.

ભૌતિકશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કરવા માટે, Maracineanu એ પેરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.પછી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીમાં ચાર વર્ષ કામ કર્યા પછી,તે રોમાનિયા પરત ફર્યા અને રેડિયોએક્ટિવિટીનો અભ્યાસ કરવા માટે તેના શહેરમાં પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી.

Maracineanu એ તેમના જીવનના ઘણા વર્ષો કૃત્રિમ વરસાદના સંશોધન માટે સમર્પિત કર્યા. તે મેરિસિનેનુ હતા જેમણે સૌપ્રથમ જણાવ્યું હતું કે, epicenter માં રેડિયોએક્ટિવિટી વધવાને કારણે ભૂકંપ આવે છે.