Site icon Revoi.in

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગૂગલની મોટી કાર્યવાહી, લાઇવ ટ્રાફિક ફીડ ડિસેબલ કરી

Social Share

દિલ્હી – ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી  ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધથી આખું વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે, લગભગ તમામ દેશો એકબીજાની સામે ઉભા થઈ ગયા છે. અમેરિકા જ્યારે ઈઝરાયલને મદદ કરી રહ્યું છે ત્યારે દુનિયાભરના લગભગ તમામ મુસ્લિમ દેશો હમાસના સમર્થનમાં છે અને ઈઝરાયેલ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરી રહ્યા છે.

સહીત ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બોમ્બ અને દારૂગોળો સહિત અનેક રીતે લડાઈ રહ્યું છે. દરમિયાન, અમેરિકન ટેક કંપની ગુગલે એ ઇઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં ગુગલ  Apps અને Waze માટે લાઇવ ટ્રાફિક ફીડને અક્ષમ કરી દીધી છે.

જો લાઇવ ફીડ અક્ષમ કરવામાં આવે તો શું થશે?

આ અંતર્ગત ગૂગલ લોકેશન પરથી રિયલ ટાઈમ ક્રાઉડિંગ ડેટા હટાવે છે. ઇઝરાયેલ અને ગાઝા લાઇવ ટ્રાફિક ફીડ્સ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ ઼ની વિનંતી પર ગાઝા પટ્ટીમાં અક્ષમ કરવામાં આવ્યા છે.

આ બાબતને લ ઇને સૂત્રોએ બ્લૂમબર્ગને જણાવ્યું છે. જોકે, IDFએ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી ફીડ્સને અક્ષમ કરવાની પ્રથમ વખત ઇઝરાયેલી ટેક વેબસાઇટ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને GeekTime કહેવાય છે.

ગૂગલ અને વેઝની સાથે, એપલ મેપ્સે પણ વિનંતીનું પાલન કર્યું છે, ઇઝરાયેલી વેબસાઇટ અહેવાલ આપે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ કાર્યવાહી થઈ હતી ગૂગલે 2022માં યુક્રેન પર રશિયન હુમલા દરમિયાન આવી જ કાર્યવાહી કરી હતી. રીઅલ ટાઇમ વાહન અને પગપાળા ટ્રાફિક ડેટા અક્ષમ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો આ સમાચાર સાચા હોય તો હમાસને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.