Site icon Revoi.in

મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા આતંકીઓ પાસેથી મુંબઈની ઈમારતની ગૂગલ ઈમેજ મળી, ખતરનાક હતા ઈરાદા

Social Share

મુંબઈઃ- એક તરફ 15મી ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી છે સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દેશ ઉત્સાહીત છે તો બીજી તરફ આતંકવાદીઓ પોતાનાન  નાપાક ઈરાદાને અંજામ આપવાના પ્રય્તનમાં લાગે છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની ઓળખ કરી તેઓની ઘરપકડ કરવામાં આવી રહી છએ આ સંદર્ભે  મહારાષ્ટ્ર ATSને આ મહિનાની શરૂઆતમાં પુણે બે શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઘરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ચાબડ હાઉસના ફોટો મળી આવ્યા છે. અધિકારી દ્રાર વિતેલા દવિસે આ અંગે માહિતી આપાવામાં આવી હતી 26 નવેમ્બર 2008 ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા દક્ષિણ મુંબઈમાં ચાબડ હાઉસ એ સ્થાનો પૈકીનું એક હતું. એજન્સીએ પુણેના કોંધવામાં શંકાસ્પદ આતંકવાદીઓના ભાડાના ફ્લેટમાંથી ઇલેક્ટ્રોનિક સર્કિટ અને વિસ્ફોટકો બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનોમાંથી 500 જીબી ડેટા પણ રિકવર કર્યો હોવાની જાણકારી અપાઈ છે.

વઘુ વિગત અનુસાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા વોન્ટેડ મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યુનુસ ખાન અને મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકીની 18 જુલાઈએ પુણેના કોથરુડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને રાજસ્થાનમાં કથિત આતંકવાદી ગતિવિધિઓના સંબંધમાં વોન્ટેડ હતા.

જો કે આ કેસની તપાસ બાદમાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા પુણે પોલીસ પાસેથી લેવામાં આવી હતી. એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને બે શંકાસ્પદ આતંકવાદીઓના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મુંબઈના ચાબાડ હાઉસના ફોટોગ્રાફ્સ મળ્યા છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓના ગૂગલ મેપ લોકેશનના સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે.

માહિતી પ્રમાણે અધિકારીઓ એ આ આતંકીઓ પાસેથી  ઘરેથી વિસ્ફોટકો બનાવવામાં ઉપયોગમાં લેવાતો ડ્રોન કેમેરા અને ઈલેક્ટ્રોનિક સર્કિટ કબજે કરી છે.” “તેઓ શું કરવા માંગતા હતા તે હજુ સ્પષ્ટ નથી. અમે તેમના ઉપકરણોમાંથી લગભગ 500 GB ડેટા પુનઃપ્રાપ્ત કર્યો છે. આ ડેટા ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવ્યો છે.