Site icon Revoi.in

ગૂગલ ક્રોમ OSમાં આવ્યું ડાર્ક મોડ સપોર્ટ, જાણો ઉપયોગ કરવાની રીત

Social Share

મુંબઈ: આ દિવસોમાં કોઈપણ એપ અને સાઇટ માટે ડાર્ક મોડ વર્ઝન સૌથી વધુ લોકપ્રિય છે. એવામાં ગૂગલ ક્રોમ ઓએસને અહેવાલ મુજબ ડાર્ક મોડ સુવિધા આપવામાં આવી છે, જે આંખોના તણાવને ઓછી કરવા અને સામાન્ય વાંચવા યોગ્યતાને કારણે વધુ માંગમાં છે. ગૂગલની એક્સપેરીમેન્ટલ કેનેરી ચેનલમાં સ્પોટ કરવામાં આવેલ એન્ડ્રોઇડ સેન્ટ્રલએ જણાવ્યું હતું કે, ક્રોમ ઓએસના કેનરી વર્ઝનમાં ક્રોમ ઓએસના ડાર્ક મોડનું એક એક્સપેરીમેન્ટલ વર્ઝન છે.

રીપોર્ટમાં રવિવારે કહેવામાં આવ્યું હતું કે, તે ફક્ત ગુગલના ‘બ્લીડીંગ એજ’ બ્રાઉઝરના ડેવલપર મોડ દ્વારા જ એક્સેસ કરી શકાય છે, પરંતુ એવો સંકેત મળ્યો છે કે, ટૂંક સમયમાં વ્યાપક રોલઆઉટને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં ડાર્ક મોડ સેટિંગમાં અંદર કેટલાક બગ છે જેને લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ગૂગલે તેની ઘણી સેવાઓ માટે ડાર્ક મોડ રોલઆઉટ કર્યું છે, જેમાં જીમેલ અને ગૂગલ કેલેન્ડર શામેલ છે,તેથી તે ક્રોમ ઓએસ માટે પણ રોલઆઉટ થવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાર્ક મોડને કોઈ પણ ઓએસ માટે વધુ માંગમાં રહ્યું છે.

આવી રીતે કરો એક્ટિવેટ

_Devanshi