1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. ગૂગલ ક્રોમ OSમાં આવ્યું ડાર્ક મોડ સપોર્ટ, જાણો ઉપયોગ કરવાની રીત
ગૂગલ ક્રોમ OSમાં આવ્યું ડાર્ક મોડ સપોર્ટ, જાણો ઉપયોગ કરવાની રીત

ગૂગલ ક્રોમ OSમાં આવ્યું ડાર્ક મોડ સપોર્ટ, જાણો ઉપયોગ કરવાની રીત

0
Social Share
  • ગૂગલ ક્રોમ માટે પણ લોન્ચ થયું ડાર્ક મોડ
  • સરળતાથી કરી શકશો ઉપયોગ
  • આંખોને રાહત આપવા માટે આ દિવસોમાં ડાર્ક મોડ પોપ્યુલર

મુંબઈ: આ દિવસોમાં કોઈપણ એપ અને સાઇટ માટે ડાર્ક મોડ વર્ઝન સૌથી વધુ લોકપ્રિય છે. એવામાં ગૂગલ ક્રોમ ઓએસને અહેવાલ મુજબ ડાર્ક મોડ સુવિધા આપવામાં આવી છે, જે આંખોના તણાવને ઓછી કરવા અને સામાન્ય વાંચવા યોગ્યતાને કારણે વધુ માંગમાં છે. ગૂગલની એક્સપેરીમેન્ટલ કેનેરી ચેનલમાં સ્પોટ કરવામાં આવેલ એન્ડ્રોઇડ સેન્ટ્રલએ જણાવ્યું હતું કે, ક્રોમ ઓએસના કેનરી વર્ઝનમાં ક્રોમ ઓએસના ડાર્ક મોડનું એક એક્સપેરીમેન્ટલ વર્ઝન છે.

રીપોર્ટમાં રવિવારે કહેવામાં આવ્યું હતું કે, તે ફક્ત ગુગલના ‘બ્લીડીંગ એજ’ બ્રાઉઝરના ડેવલપર મોડ દ્વારા જ એક્સેસ કરી શકાય છે, પરંતુ એવો સંકેત મળ્યો છે કે, ટૂંક સમયમાં વ્યાપક રોલઆઉટને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં ડાર્ક મોડ સેટિંગમાં અંદર કેટલાક બગ છે જેને લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ગૂગલે તેની ઘણી સેવાઓ માટે ડાર્ક મોડ રોલઆઉટ કર્યું છે, જેમાં જીમેલ અને ગૂગલ કેલેન્ડર શામેલ છે,તેથી તે ક્રોમ ઓએસ માટે પણ રોલઆઉટ થવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાર્ક મોડને કોઈ પણ ઓએસ માટે વધુ માંગમાં રહ્યું છે.

આવી રીતે કરો એક્ટિવેટ

  • સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરો
  • હવે તેમાં ટોચ પર જમણી બાજુએ ત્રણ ડોટ્સ બતાવશે,તેના પર ક્લિક કરો
  • અહીં સેટિંગ પર ટેપ કરી થીમ્સ ઓપ્શન પર ક્લિક કરો
  • હવે અહીં ડાર્ક થીમને સિલેકટ કરો
  • જો તમે ડાર્ક મોડને દૂર કરવા માંગતા હોવ, તો લાઇટ થીમ પસંદ કરો

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code