અમદાવાદ, 14 ઑક્ટોબર, 2026: Self-defense training to the female students of NIMCJ નવરાત્રીના નવલા પર્વમાં મા દુર્ગાના સ્વરૂપોની આરતી અને ભક્તિ તો સ્વાભાવિક છે પરંતુ દુર્ગા સ્વરૂપ કન્યાઓમાં શક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થાય તે માટે નવરાત્રી પર્વ પૂર્વે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમમાં (એનઆઈએમસીજે) ખાતે સેલ્ફ ડિફેન્સ ટેકનીક શીખવવા એક તાલીમ કાર્યક્રમ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો.

સંસ્થાની વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ વધે અને આકસ્મિક સંજોગોમાં પોતાના સંરક્ષણ માટે જાગૃત બને તેવા ઉમદા હેતુસર આ તાલીમ યોજાઇ હતી જેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ લાભ લીધો હતો.
જાણીતા જુડો નિષ્ણાત દીપલબેને આ તાલીમનું સંચાલન કર્યું હતું અને વિદ્યાર્થિનીઓએ વિવિધ સેલ્ફ ડિફેન્સ ટેકનીક તથા વિપરીત પરિસ્થિતિમાં સ્વ બચાવની વિવિધ પદ્ધતિઓ શીખી હતી.
આ પ્રસંગે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી અસ્મિતા બલદાણીયા, ઉપપ્રમુખ મેઘનાબેન ઓઝા એનઆઈએમસીજેના પ્રાધ્યાપકો ડૉ.ગરિમા ગુણાવત શ્રીમતી રીતુ વર્મા, નાયબ નિયામક ઇલાબેન ગોહેલે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


