એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું. પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ […]