મહારાષ્ટ્રના પ્રતિનિધિમંડળ સાથે ઇઝરાયેલ પ્રવાસે હતા ત્યારે સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કોષાધ્યક્ષ અને ‘હિન્દુસ્થાન પોસ્ટ’ના સલાહકાર સંપાદક મંજિરી મરાઠેએ ત્યાંની રાષ્ટ્રનિષ્ઠા અને ઐતિહાસિક સંવેદનાઓનો લીધેલો આ તાગ છે. નરસંહારની રાખમાંથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થયેલા યહૂદી સમાજની ખુમારીમાંથી ભારતે શું શીખવું જોઈએ, તેનું સ્પષ્ટ ચિંતન… (ભાગ 1)
ઇઝરાયેલ, મધ્યપૂર્વનો નાનો પણ ખુમારીથી ટટ્ટાર ઊભેલો એક મજબૂત, વિકસિત દેશ છે. શત્રુ દેશોના ઘેરાવ વચ્ચે હોવા છતાં કોઈને પણ હાવી થવા ન દેનારો એક પરાક્રમી, શક્તિશાળી દેશ છે. હિન્દુસ્થાનની આઝાદીના એક વર્ષ પછી, 1948માં સ્વતંત્ર અસ્તિત્વ મેળવનારો આ યહૂદીઓનો દેશ છે. ત્યાં સુધી પોતાનું વતન ન હોવાને કારણે આ સમાજ સમગ્ર વિશ્વમાં વિખેરાયેલો હતો. જ્યાં સ્થાયી થયો તે માટીનો થઈને રહ્યો. ત્યાંની ભાષા, સંસ્કૃતિ અપનાવતો ગયો. અન્ય ઘણા ધર્મીઓની જેમ જ ભારતમાં, મહારાષ્ટ્રમાં પણ રહ્યો. યહૂદીઓ પર અત્યાચાર ન કર્યો હોય તેવો આપણો એકમાત્ર દેશ. તેઓ જન્મ જ જ્યુ તરીકે લે છે તેથી તેમનું ધર્માંતરણ થઈ શકતું નથી અને તેઓ પણ કોઈનું ધર્માંતરણ કરી શકતા નથી. આપણા દેશમાં રહીને હિન્દુઓના ધર્માંતરણનો પ્રયાસ ન કરનારા જ્યુ જ એકમાત્ર છે.

બીજા વિશ્વયુદ્ધમાં અત્યંત ઝનૂની, જર્મન નાગરિકો સિવાય અન્ય કોઈને જીવવાનો અધિકાર નથી તેવું માનનારા, યહૂદીઓનો અત્યંત દ્વેષ કરનારા ક્રૂર હિટલરે તેમનો વંશવેલો ખતમ કરવાનો નકશો ઘડ્યો અને 30 લાખ પુરુષો, 20 લાખ સ્ત્રીઓ અને 10 લાખ બાળકો મળીને 60 લાખ યહૂદીઓને અત્યાચાર કરી કરીને, બાળીને, સળગાવીને અને દાટીને મારી નાખ્યા. તે યાદો અત્યંત વિદારક હોવા છતાં તેમણે જેરૂસલેમ સ્થિત ‘યાદ વાશેમ’ (Yad Vashem) હોલોકોસ્ટ મ્યુઝિયમમાં તેને સાચવી રાખી છે. અત્યંત નિર્દયતાથી મારી નંખાયેલા, કતલ કરાયેલા પોતાના બાંધવોનાં નામ, તેમની છબીઓ, તેમની માહિતી મેળવીને તેમણે ત્યાં દર્શાવ્યા છે, અને આજે પણ દર્શાવી રહ્યા છે.
ત્યાં પુસ્તકોની ગોઠવણી કરેલી છે અને તે જ જગ્યાએ વિકૃત હિટલર પુસ્તકો સળગાવી રહ્યો હોય તેવો વિડીયો બતાવવામાં આવે છે. તે જોતી વખતે અણસાર આવતો હતો કેટલાક મહિના સુધી સળગતી રહેલી નાલંદા યુનિવર્સિટીનો, નષ્ટ કરાયેલી તક્ષશિલા યુનિવર્સિટીનો. પરંતુ આવો વિનાશ કરીને, સળગાવીને ભાષા અને સંસ્કૃતિ નષ્ટ થતી નથી. તે રાખ જ લડવાની, ફરીથી બેઠા થવાની શક્તિ આપે છે. દરેક યહૂદીઓ તે ક્રૂર ઇતિહાસ હૃદયમાં જાળવી રાખ્યો છે, સંગ્રહાલયના માધ્યમથી તે યુવા પેઢી સુધી જાગૃતપણે પહોંચાડવામાં આવી રહ્યો છે.

ત્યાં 18 વર્ષની ઉંમર પછી કેટલાક મહિના સૈન્ય પ્રશિક્ષણ અને લશ્કરમાં ભરતી અનિવાર્ય છે. પરંતુ શાળાના બાળકોને પણ ઇતિહાસની ઓળખ કરાવવામાં આવે છે, તેમનામાં શિસ્ત અને સંઘભાવના રોપવામાં આવે છે. ‘યાદ વાશેમ’ જેવાં સંગ્રહાલયો, યુદ્ધ સ્મારકો, ઐતિહાસિક વારસાનાં સ્થળોએ બાળકોને લઈ જવામાં આવે છે. અન્યાય, અત્યાચાર સહન કરીને આપણા પૂર્વજો અડીખમ ઊભા રહ્યા તેની તેમને અનુભૂતિ થાય છે અને આ જ રાષ્ટ્રપ્રેમનો સાચો મંત્ર બને છે.
તેઓ અત્યંત બુદ્ધિશાળી છે. અલ્બર્ટ આઇન્સ્ટાઇન, જ્યુડિયા પર્લ, માર્ક ઝકરબર્ગથી લઈને સ્ટીવન સ્પીલબર્ગ સુધી કોઈ પણ ક્ષેત્ર લો, યહૂદીઓ જ મોખરે છે. કુલ નોબેલ પુરસ્કાર વિજેતાઓમાંથી 22 ટકા યહૂદી છે. અત્યંત શ્રીમંત હોવાને કારણે અમેરિકાની ચૂંટણીમાં તેમનું જ નાણાકીય સાહસ (આર્થિક સહયોગ) હોય છે, કદાચ એટલે જ અમેરિકાએ પણ ઇઝરાયેલને સાથે રાખીને ચાલવું પડે છે.
ઇઝરાયેલ અને હિન્દુસ્થાન, યહૂદી અને હિન્દુઓ વચ્ચે ખૂબ સમાનતા છે; તેથી ઇઝરાયેલ જોતી વખતે યાદ આવતી હતી હિન્દુઓની, ભારતની અને સ્વાતંત્ર્યવીર સાવરકરની પણ. 60 લાખ યહૂદીઓની કતલ થઈ. પરંતુ હિન્દુઓ પર સતત થયેલાં આક્રમણો, 1946માં નોઆખલીનો ભીષણ હત્યાકાંડ, 1989/90માં કાશ્મીરમાં થયેલો નરસંહાર, 1921/22માં મોપલાઓ દ્વારા કરાયેલો નૃશંસ હત્યાકાંડ જેવી અસંખ્ય ઘટનાઓમાં અત્યાર સુધીમાં કરોડો હિન્દુઓની કતલ થઈ. પરંતુ તે ઇતિહાસ આપણને ક્યારેય ભણાવવામાં જ ન આવ્યો, આગામી પેઢીને ક્યારેય જણાવવામાં ન આવ્યો.
આપણને શીખવવામાં આવે છે ‘અકબર ધ ગ્રેટ’નો ઇતિહાસ અને આપણે ગાવા લાગીએ છીએ તેના જ ગુણગાન. પરંતુ તેણે 30 હજાર હિન્દુઓનો કરેલો નરસંહાર, તેના જનાનામાં કરાતી હિન્દુ સ્ત્રીઓની ભરતી, મુસ્લિમોના અત્યાચારોથી બચવા માટે રાજપૂત સ્ત્રીઓએ કરવો પડેલો ‘જૌહર’ આ બધું શાળામાં ક્યારેય શીખવવામાં આવતું નથી. આપણા પર થયેલા અન્યાય, અત્યાચારની માહિતી જ આપણને નથી, તેથી આપણું લોહી ઊકળતું નથી, આપણે આક્રોશ સાથે જાગી ઊઠતા નથી.
સ્વાતંત્ર્યવીર સાવરકરે કહ્યું હતું, જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે દેશની ભૂગોળ બદલાઈ જાય છે. અખંડ હિન્દુસ્થાન ક્યારેક ખંડિત થયો હતો, 1947માં આઝાદી મળ્યા પછી આપણા દેશની ભૂગોળ ફરી બદલાઈ. ઇતિહાસ શીખવાનો છે તે માત્ર બદલો લેવા માટે નહીં, પરંતુ આપણા સાચા શત્રુ કોણ અને મિત્ર કોણ તે જાણીને તે મુજબ વર્તવા માટે. પરંતુ આપણા માથે સર્વધર્મ સમભાવનું જે ભૂત સવાર છે તેને ઉતાર્યા વિના હિન્દુઓના અસ્તિત્વ પર રહેલું જોખમ ઓછું તો નહીં જ થાય પણ દિવસેને દિવસે વધતું જ જશે. ઇઝરાયેલમાં યહૂદીઓની વસતી હાલ 72 લાખ છે. અરબ વસતી માત્ર 20 લાખ હોવાથી તેઓ ભળીને રહે છે.
આખી દુનિયા પર મુસ્લિમોનું શાસન અને ગેર-મુસ્લિમ કાફિરોની કતલ, આ મુસ્લિમોની આસુરી લાલસા જો આપણને સમજાતી ન હોય, તો હિન્દુઓની વસતી યહૂદી જેટલી જ, માત્ર કેટલાક લાખોમાં આવી જશે ત્યારે જ આપણે જાગીશું?
(ક્રમશઃ)


