Homeગુજરાતીદેશ-વિદેશમેરઠ ચર્ચાસ્પદ ડ્રમ કેસ: અદાલતે બંને દોષિત મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા...

મેરઠ ચર્ચાસ્પદ ડ્રમ કેસ: અદાલતે બંને દોષિત મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા ફટકારી

મેરઠ, 14 ઓક્ટોબર 2026: દેશભરમાં ચકચાર મચાવનાર મેરઠના બહુચર્ચાસ્પદ સૌરભ રાજપૂત હત્યાકાંડ એટલે કે ‘નીલા ડ્રમ કેસ’ માં જિલ્લા અદાલતે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસમાં બંને દોષિતો મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડની સજા સંભળાવી છે. અદાલતનો આ ફેસલો સાંભળતાની સાથે જ બંને દોષિતો ભાવુક થઈ ગયા હતા અને ફાટી ફાટીને રડવા લાગ્યા હતા. બુધવારના રોજ જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાની અદાલતમાં સજાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લંચ પહેલાં અને બાદમાં બંને દોષિતોને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

અદાલતે મુસ્કાનને સીધો સવાલ કર્યો કે તે પોતાના માટે શું સજા ઈચ્છે છે, ત્યારે તેણે હાથ જોડીને કહ્યું હતું કે, “મારી બંને દીકરીઓ ખૂબ નાની છે, તેમનું ધ્યાન રાખવામાં આવે… મને ઓછામાં ઓછી સજા આપવામાં આવે.” જ્યારે તેના સાથીદાર સાહિલે પણ કાંપતી અવાજે માત્ર એટલું જ કહ્યું હતું કે સાહેબ, ઓછામાં ઓછી સજા આપો. આ તરફ જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, ચુકાદો સાંભળ્યા બાદ બંને દોષિતો ફૂટ-ફૂટને રડી પડ્યા હતા.

આ કેસમાં સરકારી વકીલે અપરાધની ગંભીરતા અને ક્રૂરતાનો હવાલો આપીને બંને માટે ફાંસીની સજાની માંગણી કરી હતી. સરકારી વકીલ કૃષ્ણ કુમાર ચૌબેની દલીલ હતી કે મુસ્કાને સાહિલ સાથે મળીને પતિ સૌરભની ઘાતકી હત્યા કરી હતી અને પુરાવા છુપાવવા માટે લાશના ટુકડા કરીને તેને સિમેન્ટ ભરેલા નીલા ડ્રમમાં પુરી દીધી હતી. બીજી બાજુ, બચાવ પક્ષના વકીલે મુસ્કાનની બે નાની દીકરીઓના ભવિષ્ય અને ઉછેરનો હવાલો આપીને અદાલત પાસે નરમી વર્તવાની અપીલ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આ કડક ફેસલો સંભળાવ્યો છે.

  • કેવી રીતે ખુલાસો થયો હતો ‘ડ્રમ કેસ’ નો?

ગત 18 માર્ચ 2025 ના રોજ સૌરભના ભાઈ બબલુએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુસ્કાન અને સાહિલ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે મુસ્કાને સૌરભને ખાવામાં નશીલી દવા આપી બેસૂદ કર્યા બાદ સાહિલ સાથે મળીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ બાથરૂમમાં શબના ટુકડા કરીને તેને બેગમાં મૂકવાનો પ્રયાસ નિષ્ફળ જતાં ઘરમાં રાખેલા નીલા ડ્રમમાં છુપાવીને સિમેન્ટથી સીલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે સીડીઆર, કોલ ડિટેલ, હોટેલના સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આ ગુનાની કડીઓ જોડીને સમગ્ર રહસ્ય બહાર લાવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular