Homeગુજરાતીદેશ-વિદેશકેબિનેટના 5 મહત્વપૂર્ણ નિર્ણયો: ક્રેન-બુલડોઝરના સ્વદેશી ઉત્પાદન માટે 11,000 કરોડની યોજના મંજૂર

કેબિનેટના 5 મહત્વપૂર્ણ નિર્ણયો: ક્રેન-બુલડોઝરના સ્વદેશી ઉત્પાદન માટે 11,000 કરોડની યોજના મંજૂર

નવી દિલ્હી, 25 નવેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે વિકાસલક્ષી 5 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ માટે કુલ રુ. 19,934 કરોડની રકમને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું હતું કે તેમાં સૌથી વધુ રૂ. 11,000 કરોડની ફાળવણી કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ સ્કીમ માટે કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન હેઠળ બાંધકામ અને માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) ક્ષેત્રમાં વપરાતી ભારે મશીનરીના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે આ યોજના મંજૂર કરાઈ છે. ક્રેન અને બુલડોઝર જેવા મોટા સાધનો તેમજ તેના પાર્ટ્સ અને સબ-સિસ્ટમ્સનું દેશમાં જ નિર્માણ થાય તે માટે આ રૂ. 11,000 કરોડની યોજના દ્વારા પ્રોત્સાહન અપાશે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે તમિલનાડુના કામરાજર પોર્ટ પર બીજા કન્ટેનર ટર્મિનલના નિર્માણને લીલી ઝંડી આપવામાં આવી છે, જેના માટે રૂ. 4,288 કરોડ મંજૂર કરાયા છે. આ ઉપરાંત આસામના સિલચર નજીક ડોલુ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે રૂ. 2,014 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

ટપાલ વિભાગ માટે પણ બે મહત્વપૂર્ણ યોજનાઓ મંજૂર

કેબિનેટે ટપાલ (પોસ્ટ) વિભાગના આધુનિકીકરણ અને વ્યવસ્થાપનને લઈને પણ બે મોટા નિર્ણયો કર્યા છે:

પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ: ટપાલ વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. 1,141 કરોડ ખર્ચ કરાશે.
એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ: વિભાગની મિલકતો અને એસ્ટેટના વ્યવસ્થાપન માટે રૂ.1,491 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img