Homeગુજરાતીગુજરાતઆસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની GSET એક્ઝામ સંપન્ન, 49,000 ઉમેદવોરોએ આપી પરીક્ષા

આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની GSET એક્ઝામ સંપન્ન, 49,000 ઉમેદવોરોએ આપી પરીક્ષા

અમદાવાદ, 29 નવેમ્બર,2026 : GSET exam for Assistant Professors ગુજરાતમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) પરીક્ષા આજે અમદાવાદ સહિત રાજ્યના 12 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ પરીક્ષા 36 વિષયોમાં લેવામાં આવી હતી. એમાં વિજ્ઞાન, હ્યુમેનિટીઝ અને વાણિજ્ય જેવા પરંપરાગત વિષયો ઉપરાંત ભારતીય જ્ઞાન પ્રણાલી, હિન્દુ અભ્યાસ, રાજ્યશાસ્ત્ર, કમ્પ્યુટર વિજ્ઞાન, મેનેજમેન્ટ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ અને વિઝ્યુઅલ આર્ટ્સનો સમાવેશ થાય છે

વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની લાયકાત નક્કી કરવા લેવાતી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) પરીક્ષા આજે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અમદાવાદ સહિત રાજ્યનાં 12 પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં 49,044 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 38,522 ઉમેદવારો હાજર રહ્યા હતા. આમ, રાજ્યભરમાં કુલ 78.6 ટકા હાજરી નોંધાઈ હતી.

GSETના સભ્ય સચિવ પ્રો. બેડેકરના જણાવ્યા મુજબ, રાજ્યનાં તમામ 12 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ મોખરે રહ્યું હતું. ત્યારબાદ સુરત, વડોદરા, રાજકોટ, પાટણ અને વલસાડ સહિતનાં કેન્દ્રો પર પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત હિંમતનગરમાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં અંદાજે 80 ટકા જેટલી હાજરી નોંધાઈ હતી.

આ વર્ષે કુલ 36 વિષયોમાં પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં વિજ્ઞાન, હ્યુમેનિટીઝ અને વાણિજ્ય જેવા પરંપરાગત વિષયો ઉપરાંત ભારતીય જ્ઞાન પ્રણાલી, હિન્દુ અભ્યાસ, રાજ્યશાસ્ત્ર, કમ્પ્યુટર વિજ્ઞાન, મેનેજમેન્ટ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ અને વિઝ્યુઅલ આર્ટ્સનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષથી પરીક્ષાના માળખામાં વિસ્તરણ કરીને આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ), યોગ અને ભારતીય સંસ્કૃતિ એમ ત્રણ નવા વિષયોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું સુચારુ આયોજન કરવા વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના કર્મચારીઓ તેમજ વડોદરા સ્થિત SET કાર્યાલયના સ્ટાફે સંકલન સાધીને કામગીરી કરી હતી. વહીવટી અને શૈક્ષણિક સ્ટાફની જહેમતથી રાજ્યનાં તમામ 12 પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વિક્ષેપ વિના પરીક્ષા પૂર્ણ થઈ હતી.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img