નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારતે છેલ્લા ચાર વર્ષોમાં 38 વિકસિત દેશો સાથે વેપાર કરારો કર્યા છે અને તેમને પ્રાથમિકતા આપી છે. આજે નવી દિલ્હીમાં આયોજિત ‘બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ’માં બોલતા પીયૂષ ગોયલે કહ્યું કે ભારતનો ઉદ્દેશ્ય ભારતીય વ્યવસાયો માટે બજાર સુધીની પહોંચ વધારવાનો અને વૈશ્વિક ભાગીદારો માટે દેશના બજારો ખુલ્લા મૂકવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે 2014 પહેલાં, ભારતના વેપાર કરારોમાં આશરે 10 ટ્રિલિયન ડોલરના સંયુક્ત જીડીપી (GDP) ધરાવતી અર્થવ્યવસ્થાઓ સામેલ હતી; આ આંકડો હવે વધીને લગભગ 70 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત કેનેડા, મેક્સિકો, મર્કોસુર, યુરેશિયા અને અન્ય કેટલાક દેશો સાથે વેપાર કરારો અંગે વાટાઘાટો કરી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત વિશ્વસનીય ભાગીદારી ઈચ્છી રહ્યું છે.
વધુ વાંચો: સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને જ્ઞાનની વહેંચણીથી સમૃદ્ધ બની ભારતની સભ્યતાની સફર: PM મોદી


