Site icon Revoi.in

ગૂગલે ખાસ અંદાજમાં નવા વર્ષનું કર્યું સ્વાગત,ડૂડલ બનાવીને આપ્યો આ ખાસ સંદેશ   

Social Share

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ગૂગલે પણ આ ખાસ અવસર પર એક શાનદાર ડૂડલ બનાવ્યું છે.ગૂગલ ડૂડલને ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

આ માટે ગૂગલે તેના નવા અને સુંદર ડૂડલમાં ‘2022’ કેપ્શન સાથે કેપ અને કેન્ડી દર્શાવી છે. નવા વર્ષ 2022ને આવકારવા માટે તે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે પોપ કરવા માટે તૈયાર હતું અને રાત્રે 12 વાગ્યે એનિમેશન થવાનું શરૂ થયું.Google Doodles વડે તમારા મિત્રો અને કુટુંબીજનોને નવા વર્ષની શુભકામનાઓ શેર કરવી ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું છે અને શોધ પરિણામમાં ઘણી બધી શેર કરી શકાય તેવી gif ખુલશે. જેમાં ન્યૂ યર ડૂડલને લગતી ઘણી માહિતી છે.

લોકો એકબીજાને સુખ-સમૃદ્ધિની શુભેચ્છા પાઠવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દરમિયાન, લોકો ગૂગલના અદ્ભુત ડૂડલને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે નવા વર્ષની કોન્ફેટી પણ ડૂડલના સેલિબ્રેટરી મૂડમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે,ગૂગલ વિવિધ પ્રસંગોએ ડૂડલ બનાવે છે.જો કે આ વખતે નવા વર્ષની ઉજવણી કોરોનાના ડરમાં છે.

આધુનિક ગ્રેગોરિયન કેલેન્ડર અને જુલિયન કેલેન્ડરમાં, આ દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે.આ કેલેન્ડર અનુસાર, જાન્યુઆરી એ વર્ષનો પહેલો મહિનો છે અને નાતાલ પસાર થયા પછી ડિસેમ્બરમાં વર્ષ સમાપ્ત થાય છે.આ કેલેન્ડરમાં દર વર્ષે ડિસેમ્બરમાં ક્રિસમસ નક્કી કરવામાં આવે છે.