Site icon Revoi.in

ગૂગલ હવે વેક્સિન ન લેનારા કર્મીઓ સામે લેશે કડક પગલાઃ આવા કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકાશે

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક કંપનીઓ પણ ઈચ્છે છે કે પોતાના દરેક કર્મચારીઓ વેક્સિનેટ હોય,અને આ દિશામાં ઘણી કંપનીઓ કડક પગલા પણ લઈ રહી છે ત્યારે હવે ગૂગલ પણ આ દીશામાં કડક વલમ અપનાવવા જઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કોવિડના નિયમોનું પાલન ન કરનારા હવે ગૂગલ પગાર  પે કરશે નહી. આથી વિશેષ એ પણ કે  જો કર્મચારીઓ એ કોરોના વિરોધી રસી ન લીધી હોય તો નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવશે. વિતેલા દિવસને મંગળવારના રોજ એક મીડિયામાં આ વાતનો ઉલ્લેખ કરાયો હતો.

આ મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૂગલ દ્વારા આપવામાં આવેલા મેમોમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ પાસે 3 ડિસેમ્બર સુધી રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને પુરાવા દર્શાવતા દસ્તાવેજો અપલોડ કરવા અથવા તબીબી અથવા ધાર્મિક મુક્તિ માટે અરજી કરવાની હતી. ઉલ્લેખનીય છે કે લગભગ 40 ટકા અમેરિકન વર્કર્સ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા પછી તાજેતરના અઠવાડિયામાં ઓફિસમાં પાછા ફર્યા છે, પરંતુ હવે ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરીથી ઘરેથી કામ કરવા તરફ આગળ વધ્યા છે.

ગૂગલે કહ્યું હતું કે આ તારીખ પછી, ગૂગલ એવા કર્મચારીઓનો સંપર્ક કરવાનું શરૂ કરશે જેમણે પોતાનું સ્ટેટસ અપલોડ કર્યું નથી અથવા રસી નથી લીધી. ગૂગલે કહ્યું- જે કર્મચારીઓએ 18 જાન્યુઆરી સુધીમાં રસીકરણના નિયમોનું પાલન કર્યું નથી, તેમણે 30 દિવસ માટે ‘પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ’ પર મૂકવામાં આવશે. આ પછી, 6 મહિના માટે ‘અનપેઇડ પર્સનલ લીવ’ અને પછી સેવા સમાપ્ત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગૂગલે ઘરેથી કામ સમાપ્ત કરવાની સુવિધા મોકૂફ રાખી છે. ગૂગલે ઓગસ્ટમાં કહ્યું હતું કે તે નવા વર્ષમાં 10 જાન્યુઆરીથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસથી કામ કરશે, ત્યારબાદ વર્ક ફ્રોમ હોમ પોલિસી સમાપ્ત થઈ જશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા, ઓફિસમાં કર્મીઓને બોલાવવાની સ્થિતિ મોકૂફ રાખી છે