Site icon Revoi.in

ગૂગલનું નવું ફીચર : ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ

Social Share

બેંગલુરુ:ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ અથવા કોલ કરવો એ ખૂબ જોખમી છે. જો કે,દુનિયાભરના ઘણા લોકો આ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે. ગૂગલ હવે એક ફીચર લઈને આવ્યું  છે, જે યુઝર્સને કાર ચલાવતા સમયે કોલ રિસીવ કરવા અને મેસેજ રીપ્લાઈ કરવાનું થોડું સરળ બનાવશે.

ગૂગલના સપોર્ટ પેજ મુજબ, ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ મેપ્સમાં ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડને જારી કરવામાં આવી રહ્યું છે. આ ફીચર પહેલા ફક્ત યુ.એસ માટે ઉપલબ્ધ હતું. હવે તેને સિંગાપુર,ઓસ્ટ્રેલિયા,ગ્રેટ બ્રિટેન અને ભારત જેવા કેટલાક વધુ દેશોમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે.

ગૂગલે સપોર્ટ પેજ પર લખ્યું છે કે, યુઝર્સ વોઇસની મદદથી કોલ અને ટેક્સ્ટ સેંડ અને રિસીવ કરવામાં સક્ષમ હશે. આ ઉપરાંત યુઝર્સ નવા મેસેજની સમીક્ષા ઝડપથી કરી શકશે. ગૂગલે કહ્યું છે કે, ડ્રાઇવિંગ મોડ દ્વારા યુઝર્સને સુવિધા મળશે કે તેઓ નેવિગેશન સ્ક્રીન છોડ્યા વિના આ બધું કરી શકે છે.

ગૂગલ આસિસ્ટન્ટ યુઝર્સને નવા મેસેજ વાંચીને સંભળાવશે,જેથી તેમનું ધ્યાન રસ્તા પર જ રહે અને તેઓએ ફોન પર ન જોવું પડે. એન્ડ્રોઇડ યુઝર્સને ઇનકમિંગ કોલ્સ માટે એલર્ટ પણ મળશે અને આ કોલ્સને યુઝર્સ વોઇસ કમાંડ દ્વારા કટ અથવા રિસીવ કરી શકશે.

ગૂગલનું કહેવું છે કે, ડ્રાઇવિંગ મોડનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. યુઝર્સને ફક્ત ગૂગલ મેપ્સ ઓપન કરી કોઈ ડેસ્ટીનેશન માટે નેવિગેશન ઓન કરવાની જરૂર છે. પછી સ્ક્રીન પર ડ્રાઇવિંગ મોડનું પોપ નજરે પડશે. અને તેના પર ટેપ કરવાનું રહેશે.તેની એક બીજી રીત પણ છે.

આ માટે યુઝર્સએ તેમના એન્ડ્રોયડ ફોન્સમાં આસિસ્ટન્ટ સેટિંગ પર જવું પડશે અથવા ‘હે ગૂગલ,ઓપન આસિસ્ટન્ટ સેટિંગ’ કહેવું પડશે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનમાં જઈને ડ્રાઇવિંગ મોડને પસંદ કરી ઓન કરવું પડશે. આ ફીચર હાલમાં ફક્ત 4 જીબી રેમની સાથે વર્ઝન 9.0 અથવા ઉપરના એન્ડ્રોઇડ ફોન્સ માટે ઉપલબ્ધ છે.

દેવાંશી