Site icon Revoi.in

પાંદડા ખાતા પક્ષીઓનો ખુબસુરત વીડિયો થયો વાયરલ,લોકોએ કહ્યું- ‘સાથે મળીને ખાવાથી વધે છે સ્વાદ’

Social Share

તમે રોજેરોજ પક્ષીઓનો કલરવ સાંભળ્યો હશે.સવારથી સાંજ સુધી તેમનો કિલકિલાટ વાતાવરણને ખુશનુમા બનાવી દે છે.વિશ્વમાં પક્ષીઓની ઘણી વિવિધ પ્રજાતિઓ રહે છે.એક રિપોર્ટ અનુસાર, આ પૃથ્વી પર પક્ષીઓની 9 હજારથી વધુ પ્રજાતિઓ રહે છે,જ્યારે આ દુનિયામાં કુલ 5 હજાર કરોડ પક્ષીઓ રહે છે.આમાંથી કેટલાક ખૂબ જ નાના કદના પક્ષીઓ છે અને કેટલાક મોટા કદના છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.આ પક્ષીઓને લગતા તમામ પ્રકારના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક સુંદર વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પક્ષીઓ પાંદડા ખાતા જોવા મળે છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે,સફેદ રંગના ત્રણ સુંદર દેખાતા પક્ષીઓ છે.એક માણસ તેને પાંદડા ખવડાવતો જોવા મળે છે.પક્ષીઓ પણ આનંદ માણી રહ્યા છે અને પાંદડા ફાડીને ખાય છે. તેમની વચ્ચેનો પ્રેમ જોઈને તમે ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશો.તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે,સાથે ખાવાથી પ્રેમ વધે છે, સંબંધો મજબૂત થાય છે, આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળે છે.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું છે કે, ‘એકસાથે ભોજન કરવાથી સ્વાદ વધે છે અને સંબંધ મજબૂત થાય છે’.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે સવાલ ઉઠાવતા લખ્યું છે કે, ‘આપણે માણસો આ કેમ નથી સમજતા’, જ્યારે અન્ય એક યુઝરે પોતાનો અનુભવ શેર કરતા કોમેન્ટ કરી છે, ‘મમ્મી મને અને મારા મિત્રોને બાળપણમાં સાથે ખવડાવતા હતા’.