Site icon Revoi.in

સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી  

Social Share

દિલ્હી:સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે.આ સાથે દેશના નાગરિકો પર બોજ ન પડે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે એક વખતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એલપીજીની કિંમતો વધી રહી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટ આપવામાં આવી છે. પેટ્રોલિયમ પેદાશોની વધતી કિંમતોથી દેશના નાગરિકો પર બોજ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે 11.27 લાખ રેલ્વે કર્મચારીઓને 1,832 કરોડ રૂપિયાનું ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ આપવામાં આવશે.આ 78 દિવસનું બોનસ હશે અને મહત્તમ મર્યાદા રૂપિયા 17,951 હશે.