Site icon Revoi.in

કેન્દ્ર બાદ આ રાજ્ય એ સરકારી કર્મીઓને આપી દિવાળી ભેંટ- મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો

Social Share

રાંચીઃ-દિવાળી આવી રહી છે ત્યારે ઝારખંડના સરકારી કર્મીઓની દિવાળી સુધરતી જોવા મળી રહી છે કારણ કે તેમના મોંધવારી ભથ્થામાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન લાખો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ હવે ઝારખંડ સરકારે પણ કર્મચારીઓને આ ભેંટ આપી છે. 

ઝારખંડ સરકારની કેબિનેટે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ વધારો 1 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે  વધેલા DA કર્મચારીઓને ઓક્ટોબર 2022માં પગાર મળશે. આ મુજબ કર્મચારીઓને પણ ત્રણ મહિના માટે મોંઘવારી ભથ્થું મળવાની શક્યતા છે.મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી 1.35 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે  મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ સચિવ વંદના દાડેલે કહ્યું કે આ નિર્ણય સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ ગયું છે. .