Site icon Revoi.in

બિપોરજોય વાવાઝોડાને કારણે જીપીએસસીની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ,

Social Share

અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19, 21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) મોકૂફ રાખવામાં આવેલ છે. જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3, 4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત જાહેર સેવા આયોગ  દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.19 જૂન-2023ના રોજ યોજાનારી પરીક્ષા પેપર-1અને 2 મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા.21 અને તા.23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બિપોરજોય વાવાઝોડુ ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયા બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને વાવાઝોડાની અસર હજુ બે દિવસ રહેશે. આથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવી શકે તેમ ન હોવાથી તા. 19 જૂન-2023ના રોજ યોજાનારી પરીક્ષા પેપર-1અને 2 મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા.21 અને તા.23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે,