Site icon Revoi.in

લીલી ઈલાયચી છે નાની, પણ તેના ફાયદા છે અનેક: વાંચો તેનું પાણી કેટલું ફાયદાકારક છે

Social Share

રસોડામાં રહેલી તમામ વસ્તુઓના ફાયદા છે, પણ ત્યારે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપોયગ કરવામાં આવે. રસોડામાં રહેલી નાની લીલી ઈલાયચી પણ અનેક રીતે છે ઉપયોગી. નાની લીલી ઈલાયચીમાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે, જે આપણને અનેક રોગોથી બચાવે છે.

નાની લીલી એલચીમાં વિટામિન બી 6 અને સી, આયર્ન, મેગ્નેશિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, ફાઈબર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે. સામાન્ય પાણીને બદલે આ એલચીનું પાણી પીવામાં આવે તો આ પાણીના પોષક તત્વો ઘણી હદે વધી જાય છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે.

ક્યારેક ન જરૂરી વસ્તું જમવાના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, ત્યારે આ સમયમાં એલચીને શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. ઉપરાંત, તે શરીરમાં લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડે છે. એલચીનું પાણી શ્વસન દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી પોષક તત્વો ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. અસ્થમાના દર્દીઓ માટે એલચીનું પાણી પણ ખૂબ અસરકારક છે.

એલચી શરીરની ભયંકર બીમારી બ્લડ પ્રેશરથી પણ બચાવે છે. નિયમિત રીતે ઈલાયચીનું પાણી પીઓ તો સમસ્યા ઘણી હદ સુધી નિયંત્રિત થાય છે અને હૃદયની તમામ બીમારીઓથી બચી શકાય છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે નાની એલચીના પાણીમાં રહેલા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો વ્યક્તિને કેન્સર જેવા જીવલેણ રોગોના જોખમથી બચાવવા માટે કામ કરે છે. પરંતુ આ પાણી નિયમિત પીવું પડે છે.

Exit mobile version