Site icon Revoi.in

યુએનની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં આંખોમાં આંસુ સાથે આવેલી બાળકીએ વર્લ્ડ લીડર્સને હચમચાવી નાખ્યા

Social Share

સ્વીડનની 16 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચસ્તરીય ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સહીત દુનિયાભરના મોટા નેતાઓની સમક્ષ જ્યારે બોલવું શરૂ કર્યું, તો તેમને અંદાજો ન હતો કે આ બાળકી પોતાના સવાલોથી તેમને સૌને હચમચાવી નાખશે.ગ્રેટાએ કહ્યું કે યુવાવર્ગને સમજમાં આવી રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તમે અમને છળ્યા છે અને જો તમે કંઈ કરશો નહીં, તો યુવા પેઢી તમને માફ કરશે નહીં. ગ્રેટાના ભાષણને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વખાણ્યું છે.

આક્રોશમાં દેખાઈ રહેલી ગ્રેટાએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ છે કે તમે અમારા સપના, અમારું બાળપણ તમારા ખોખલા શબ્દોથી છીનવ્યું. જો કે હું હજીપણ ભાગ્યશાળ છું. પરંતુ લોકો સહન કરી રહ્યા છે, મરી રહ્યા છે, આખી ઈકો સિસ્ટમ બરબાદ થઈ રહી છે.

તેણે વિશ્વના નેતાઓ પર કંઈ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. પોતાના સંબોધન દરમિયાન ગ્રેટા ભાવુક થઈ ગઈ અને તેણે કહ્યું કે તમે અમને અસફળ કરી દીધા. યુવા સમજે છે કે તમે અમને છળ્યા છે. અમારી યુવાઓની આંખો તમારા ઉપર છે. અને જો તમે અમને ફરીથી અસફળ કરી દીધા, તો અમે તમને ક્યારેય માફ કરીશું નહીં. અમે તમને જવા દઈશું નહીં. તમારે અહીં આ સમયે લાઈન ખેંચવી પડશે. દુનિયા જાગી ચુકી છે અને ચીજો બદલાવાની છે, ચાહે તમને પસંદ આવે અથવા ન આવે.