- ઘરમાં કેટલાક પ્લાન્ટ હોવા જરૂરી
- ઉછેર કરવાથી થાય છે ફાયદો
- ઈમ્યુનિટી વધારવામાં પણ છે મદદરૂપ
આજકાલ લોકો વધારે મોડર્ન બની રહ્યા છે. કેટલાક લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ટેરેસ ગાર્ડન બનાવતા હોય છે તો કોઈક લોકો પોતાના ઘરમાં પ્લાન્ટસનો ઉછેર કરતા હોય છે. હાલ કોરોના કાળમાં લોકો ગિલોય, તુલસી, આદુ, કુંવારપાઠું, અશ્વગંધા, પુદીનાની માગ ખુબ વધી જતા આ તમામનો ઉછેર ઘરમાં જ કરવાનું વિચારી રહ્યા છે. અને આ તમામ પ્લાન્ટ્સ શરીરમાં ઈમ્યુનિટી વધારવામાં પણ ઉપયોગી છે.
કોરોનાથી રક્ષણ મેળવવા લોકો અવનવા નુસ્ખા અપવાની રહ્યા છે.જેમાં ખાસ કરીને ઈમ્યુનિટી વધારવા ઔષધી ગણાતા વૃક્ષોનો ઉપયોગ વધ્યો છે. કોરોનાના કહેરથી લોકોને ઈમ્યુનિટી અને વૃક્ષોનો અર્થ સમજાયો છે.જેથી ઈમ્યુનિટી વધારતા વૃક્ષોને લોકો પતાના ઘર આંગણે લગાવી રહ્યા છે.
જો વાત કરવામાં આવે પુદીનાની તો તે શરીરની ઈમ્યુનિટી વધારવા ખુબ જ ઉપયોગી છે. પુદીનામાં એન્ટીઓક્સીડેંટ અને મેન્થોલ ભરપુર માત્રામાં હોય છે.જે શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે. આ સાથે સાથે ગિલોયના પણ અનેક ફાયદા છે. આયુર્વેદના મત મુજબ ગિલોય એવી જડીબુટી છે જે ઈમ્યુનિટી વધારે છે.ગિલોયના પાન કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસથી ભરપુર હોય છે.જે આપણને અસંખ્ય બિમારીથી બચાવે છે.ગિલોયના ઉપયોગથી એનિમિયાની બિમારી દૂર થાય છે.સાથે લોહીને શુદ્ધ કરી એલર્જી દૂર કરે છે.સાથે પાચનતંત્રને પણ સારુ રાખે છે.
આદુમાં પણ આ જ પ્રકારના એન્ટીઓક્સીડેંટ અને એન્ટી ઈંફ્લોમેટરીના ગુણો હોવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. સર્દી અને ફ્લૂમાં પણ આદુ ગુણકારી હોય છે. સાથે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં લાવવામાં આદુનો ઉપયોગ થાય છે. તુલસી દરેક ભાગને આયુર્વેદમાં ફાયદાકારક ગણાવવામાં આવી છે. તુલસીના છોડના મુળિયા, ડાળિયો, પાંદડા અને બીજના વિવિધ ફાયદા હોય છે.સર્દી અને તાવ હોય તો સુગર કેન્ડી, મરી અને તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળી કાળો પીવાથી ફાયદો થાય છે.