Site icon Revoi.in

યુવતીઓની હેર સ્ટાઈલ સજાવવામાં રિયલ ફ્લાવરનો વધતો ટ્રેન્ડ -દરેક ઓકેશનમાં સુંદર લાગશે આ ફ્લાવર લૂક હેરસ્ટાઈલ

Social Share

ભારતની માનુનીઓ હરહંમેશ સુંદર દેખાડવા અવનવા પરિધાનથી લઈને ખાસ કરીને પોતાની હેર સ્ટાઈલની ખૂબ જ કાળશજી લે છે, ત્યારે આજ કાલ તો સુંદર દેખાવ માટે અનેક પ્રસંગમાં હેરસ્ટાઈલને સાચા ફુલોથી શુશોભીત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેનાથી આકર્ષક લૂક મળે છે.

આજકાલની સ્ત્રીઓ વાળની સુંદરતાને વધારવા માટે સાચા ફૂલોના આભુષણોને મહત્વ આપે છે. મહિલાઓમાં ખુલ્લા વાળ રાખવાની સાથે અવનવા ફ્લાવરના બ્રન્ચની હેર ક્લ્પિની ફેશન વધતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં તો ઓરનામેન્ટ્સથી લઈને હેર ક્લિપ ,હેર બેન્ડ પણ રિયલ ફ્લાવરના જોવા મળે છે.

આમ તો મહિલાઓમાં અવાર-નવાર કપડા અને વાળને લઈને ફેશન બદલાતી હોય છે. હાલ મહિલાઓમાં લાંબા વાળને ખુલ્લા રાખવાની ફેશન ચાલી રહી છે. એટલું જ ખુલ્લા વાળને કર્લ કરીને તેની કર્લમાં નાના નાના રિયલ ફુલ નાખવાની પણ ફેશન ચાલે છએ, અથવા તો વાળના ફઅલાવર બનાવીને તે ફ્લાવરની શોભામાં સાચા ફૂલ નાખઈને વધારો કરવામાં આવે છે.

અનેક મહિલાઓ મોટાભાગે સિમ્પલ વાળને શોભીત કરવા અવનવા ફુલો જેમાં ખાસ કરીને ગુલાબ, મોગરા, ગલગોટા,જેસમીન,રાતરાણી, વેલી ફ્વાર, કરણ, આ દરેકની કળીઓનો વધુ ઉપયોગ કરે છે.વાળ ખુલ્લા રાખતી વખતે પણ અવનવા જીણા ફૂલોથી વાળોની શેરને સજાવવામાં આવે છે,જેનાથી હેરસ્ટાઈસને રિયલ ફઅલાવર વાળો અદભૂત લૂક મળી રહે છે.