Site icon Revoi.in

નવેમ્બરમાં  GST કલેક્શનમાં નોંધાયો ઘટાડો  – સપ્ટેમ્બરની સરખામણીમાં 4 ટકાનો ઘટાડો

Social Share

દિલ્હીઃ- દેશમાં જીએસટી કલેક્શનને ઘણો સુધારો આવ્યો છે, હવે જીએસટી સમયસર સરકારને ચૂકાવનારા લોકો વધ્યા છે જો કે વિતેલા મહિના નવેમ્બરની વાત કરીએ તો આ મહિનામાં જીએસટીથી 1.46 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો કે આ નવેમ્બર મહિનાનું જીએસટી કલેક્શન ઓક્ટોબર મહિનાની સરખામણીએ ચાર ટકા ઓછું જોવા મળ્યું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 11 ટકા વધુ છે. નાણા મંત્રાલયે  આજરોજ ગુરુવારે આ અંગ. ઓક્ટોબર મહિીની જાણકારી આપી હતી

વિતેલા મહિના પહેલા સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન કુલ રૂ. 1.52 લાખ હતું. જ્યારે નવેમ્બર 2021માં GST કલેક્શન 1.32 લાખ કરોડ રૂપિયા હતું.આ સાથે જ નવેમ્બર એ સતત નવમો મહિનો છે  કે જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની આવક રૂ. 1.40 લાખ કરોડને પાર કરી ગઈ છે.

આ પ્રમાણે રહ્યું છે કલેક્શન

નવેમ્બર મહિનામાં જીએસટી રેવન્યુ કલેક્શન રૂપિયા 1 લાખ 45 હજાર 867 કરોડ હતું. જેમાં કેન્દ્રીય જીએસટી રૂપિયા  25 હજાર 681 કરોડ, રાજ્ય જીએસટી રૂપિયા 32 હજાર 651 કરોડ, સંકલિત જીએસટી રૂ. 77 હજાર 103 કરોડ અને સેસ રૂપિયા 10 હજાર 433 કરોડ હતો.