- જીએસટી કલેક્શને નવી ઊંચાઈ વટાવી –
- એપ્રિલ મહિનામાં કુલ 1.41 લાખ કરોડથી વધુ રકમ એક્ત્રિત થઈ
દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાની કરપી સ્થિતિ વચ્ચે જંગી લડત લડી રહ્યો છે,જો કે આ કોરોનાની અસર દેશની આર્થિક સ્થિતિ પર હાલ પુરતી જોવા નથી જ મળી, કેન્દ્રના નાણાંમંત્રાલય તરથી મળતી માહિતી પ્રમાણે, વિતેલા મહિના એપ્રિલમાં પણ જીએસટી કલેક્શને નવી ઊંચાઈ સર કરી છે, છેલ્લા કેચલાક મહિનાઓથી સરકારની જીએસટી આવકમાં અવનવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. ત્યારે એપ્રિલ મહિનામાં સરકારે જીએસટી પેઠે 1.41 લાખ કરોડથી પણ વધુ કલેક્શન કર્યું છે.
આ સાથે જ તે પહેલાના મહિના એટલે કે જો માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન વિશે વાત કરીએ તો માર્ચમાં સરકારે 1.23 લાખ કરોડથી વધુ જીએસટી કલેક્શન કર્યું હતું, ત્યારે આ સરખામણઈમાં એપ્રિલ મહિનાના જીએસટી કલેક્શનમાં 14 ટકાનો વધારો નોંધાયો છે, આ પરથી એમ ચોક્કસ કહી શકાય છે કે દેશમાં ચાલી રહેલી કોરોનાની સ્થિતિની આર્થિક અસર જોવા નથી મળી, આ સાથે જ એપ્રિલ મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી આવકમાં માર્ચની સરખામણીએ ૨૧ ટકાનો વધારો નોંધાયો છે.
આ સમગ્ર બાબતે નાણા મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા સાત મહિનાથી સતત જીએસટી કલેક્શનમાં સુધારો વર્તાઈ રહ્યો છે, આ સાથે જ 1 લાખ કરોડનો આંકડો સતત જળવાઈ રહ્યો છે, અને દર મહિનાના કલેક્શનમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે