Site icon Revoi.in

તમારા વાળની દરેક સમસ્યા માટે જામફળના પાનના ઝાડ છે રામબાણ ઈલાજ,જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

બદલતી સિઝન સાથે આપણા વાળ પર તેની માઠી અસર પડે છે. ખાસ કરીને વાળ ખરવાની સમસ્યાઓ વધે છે, તો વાળમાં ખોળો ખંજવાળ આવવા જેવી સમસ્યાઓ સતાવે છે. આ સાથે જ ખરાબ જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતો આ સમસ્યામાં વધારો કરી રહી છે. જો તમે પણ વાળ ખરવા અને શુષ્કતાથી પરેશાન છો તો જામફળના પાન આ સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.

જામફળના પાનમાં પોષક તત્વોની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે, જે વાળને સુંદર રાખે છે અને તેમની વૃદ્ધિમાં પણ મદદ કરે છે.

આ પાંદડા વાળમાં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. આ પાંદડામાં હાજર વિટામિન સી વાળ ખરવાની સમસ્યાને પણ ઠીક કરે છે

આ સાથે જ કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય કે વજન ઓછું કરવું, જામફળના પાન આ બધા માટે રામબાણ છે. આટલું જ નહીં, જામફળના પાન વાળને ખરતા અટકાવીને વાળને થતા નુકસાનને પણ રોકી શકે છે.

આ રીતે પાનનો કરો ઉપયોગ

ખરતા ચૂટતા વાળને રોકવા માટે સૌપ્રથમ એક વાસણમાં એક લિટર પાણીને જામફળના પાન નાખીને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ઉકાળો, તેહવે તે ઠંડુ થાય તેની રાહ જુઓ. હવે વધુ ઉપયોગ માટે આ દ્રાવણને બોટલમાં ભરી લો. આ સોલ્યુશન વાળની ​​શુષ્કતા ઘટાડવા અને તેમને ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે. હવે આ પાણીને હથેળી પર સંપૂર્ણપણે ફેલાવો અને વાળના મૂળમાં સારી રીતે લગાવો. શેમ્પૂ કરતા પહેલા તેને તમારા વાળમાં થોડા કલાકો સુધી રહેવા દો. ત્યાર બાદ વાળ ધોઈ લો.આમ કરવાથી તમારા ખરતા વાળ અટકશે