Site icon Revoi.in

ગુજરાતના વન વિભાગનો સર્વે, જામનગર અને આસપાસના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો વસવાટ,

Social Share

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં કચ્છના અખાત સહિત જામનગરના સમુદ્રમાં ઘણીવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે. આથી ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘ગલ્ફ ઓફ કચ્છ’ના મરીન નેશનલ પાર્કમાં વન વિભાગ દ્વારા ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનનો સરવે કરાયો હતો. જેમાં જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન જોવા મળી હતી. સર્વે માટે વન વિભાગ દ્વારા કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં 1 ટેકનિકલ/સાયન્ટિફિક વ્યક્તિ, 2 નિરીક્ષકો, 1 ફોટોગ્રાફર અને 6 ફિલ્ડ આસિસ્ટન્ટ હતા. તેઓએ જામનગર અને તેની આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કર્યું હતુ.

વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF)ના રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજીત 2 હજાર જેટલી ડોલ્ફિન છે. એટલે કે ભારતની 10 ટકા ડોલ્ફિન જામનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં છે. કચ્છના અખાતમાં અનેક દરિયાઈ પ્રજાતિઓ રહે છે જેમ કે, ડ્યુગોંગ્સ, ડોલ્ફિન, પોર્પોઇઝ વગેરે, પરંતુ માનવ પ્રવૃત્તિઓ અને આબોહવા પરિવર્તનના કારણે દરિયાઈ પ્રાણીઓ માટે જોખમો ઉદ્ભવે છે. તેથી મરીન નેશનલ પાર્કનું કામ તેમના સંરક્ષણ માટે જોખમોને સમજવું અને તેનું સમાધાન કરવાનું છે. આ વિસ્તાર ઉચ્ચ પ્રોડક્ટિવ ઈકોસિસ્ટમ ધરાવતો વિસ્તાર છે. જેમાં મેન્ગ્રોવ જંગલો, રેતાળ દરિયા કિનારા, હજારો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો સમાવેશ થાય છે.

રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડનના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયાકાંઠાઓના ઊંડાણમાં અનેક અજાયબીઓ હોઈ શકે છે. આ રિપોર્ટમાં ડોલ્ફિનના જટિલ જીવન, તેમની રમતિયાળ ક્રિયા-પ્રતિક્રિયાઓ, તેમને તેમના જળચર નિવાસસ્થાનમાં અને આગળના માર્ગમાં જે પડકારોનો સામનો કરવો પડે છે. તે દર્શાવાયું છે. ભવિષ્યમાં ઇકો ટુરીઝમને વધારવામાં ડોલ્ફિન ક્રુઝ પણ ચલાવશે. એવું જોવા મળ્યું છે કે, ડોલ્ફિન રીએક્ટિવ હોય છે. આપણે અવાજ કરીએ, તો ડોલ્ફિન બોટની પાછળ પણ આવે છે. સર્વે માટે વન વિભાગ દ્વારા કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં 1 ટેકનિકલ/સાયન્ટિફિક વ્યક્તિ, 2 નિરીક્ષકો, 1 ફોટોગ્રાફર અને 6 ફિલ્ડ આસિસ્ટન્ટ હતા. તેઓએ જામનગર અને તેની આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કર્યું હતું.