Site icon Revoi.in

ગુજરાતને સ્કુલ-શિક્ષણ વ્યવસ્થાનોના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં મળ્યો એ-પ્લસ ગ્રેડ

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્કૂલ-શિક્ષણ વ્યવસ્થાનોના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, અંદમાન-નિકોબાર અને કેરળને A++ ગ્રેડ મળ્યો છે. જ્યારે ગુજરાતને એ પ્લસ ગ્રેડ મળ્યો છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુંચેરી અને દાદરા નગર હવેલીનો એ-પ્લસ ગ્રેડમાં સમાવેશ થાય છે. , મધ્યાન ભોજન, જાહેર નાણાકીય વ્યવસ્થાપન સિસ્ટમ અને શગુન પોર્ટલ દ્વારા પ્રાપ્ત આંકડાઓના આધાર પર શાળાના શિક્ષણમાં કામગીરીનું મુલ્યાંકન કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ અને શિક્ષણનો બદલાવ લાવવાના ઈદારે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ લાવવામાં આવ્યું છે. તાજેતરમાં 2019-20નો ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. અંદમાન-નિકોબાર દ્રીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, પંજાબ અને તમિલનાડુના PGI સ્કોરમાં 10 ટકાનો એટલે કે 100થી વધુ અંકનો સુધારો કર્યો છે. જ્યારે અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ, લક્ષદ્રીપ અને પંજાબ આ મામલે 8થી 10 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈન્ફાસ્ટ્રક્ચર અને સુવિધાઓ મામલે 15 અંકથી વધુ સુધાર આવ્યો છે. આવી જ રીતે અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ અને ઓડિશામાં 20 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો છે. 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાસન સંચાલન મામલે 36 અંકથી વધુનો સુધારો થયો છે. આ સિવાય અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે અંદાજે 20 ટકા એટલે કે 72 અંકથી વધારાનો સુધારો કર્યો છે.

શગુન પોર્ટલ દ્વારા શાળાના શિક્ષણમાં કામગીરીનું મુલ્યાંકન કરાય છે. આ ડેટા તમામ શાળા શિક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવે છે. PGIમાં રાજ્યોના એક્સેસ, ઈન્ફાસ્ટ્રક્ચર ઈક્વિટી સહિત 70 માપદંડોમાં કુલ 1,000 અંકો પર સ્કોર કરવામાં આવે છે.