Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટે કોરોનાની કથળી રહેલી સ્થિતિને લઈને ફરી સરકારને લગાવી ફટકાર – સુઓમોટો દાખલ કરાઈ, આજે લેવાશે નિર્ણય

Social Share

અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, જેને લઈને અનેક પાબંધિઓ પણ લાદવામાં આવી છે ત્યારે આવી સ્થિતિમાં રાજય સરકારની આરોગ્ય તંત્ર નિષ્ફળ રહેવાની નોઁધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે, અને આ મામલે સરકારને ફટકાર લગાવી છે.igજરાત રાજ્ય આરોગ્યની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે તsc હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરતી વખતે જણાવ્યું હતું.

હાલ ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના સમયમાં જોવા મળી રહ્યું જેને આ બાબતે સુઓમોટો નોંધ લેતા હાઈકોર્ટે, કોરોનાની બેકાબૂ સ્થિતિ અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શિર્ષક હેઠળ ફરીથી જાહેર હિતની અરજી નોંધી છે અને હવે આજ રોજ સવારે 11 વાગ્યે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

પીઆઈએલ સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરશે.

ગુજરાતના મુખ્ય સચિવ-આરોગ્ય અગ્રસચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ તથા આરોગ્ય સચિવને આ સુઓમોટો પીઆઈએલ સબબ હાઈકોર્ટે નોટિસ પાઠવી છે. આ નોટિસ સાથે છેલ્લા કેટલાક દિવસોથી વણસી રહેલી ગુજરાતની સ્થિતિના સમાચાર પત્રોની ઝેરોક્ષ પણ બીડાણ તરીકે મોલકવામાં આવી છે,જે એડવોકેટ જનરલ, નસરકારી વકીલ તથા એડિશનલ સોલિસિટર જનરલને મોકલવામાં આવી છે.

સાહિન-