Site icon Revoi.in

ઉત્તર ભારતના પર્વતમાળાઓમાં હીમ વર્ષાને લીધે ગુજરાતમાં ઠંડી વધશે, માઉન્ટ આબુમાં માઈનસ-1

Social Share

અમદાવાદઃ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં પર્વત માળાઓમાં હીમ વર્ષા થતાં ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં સોમવારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગુજરાતની સરહદે આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ પારો માઈનસમાં રહ્યો હતો.

ગુજરાતમાં સોમવારે દિવસ દરમિયાન શીત લહેરો ફૂંકાતા દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રવિવારની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વાર્તાયો છે. પરંતુ ખરી ઠંડી તો મહિનાના અંતમાં આવશે. ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી, હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે.

અમદાવાદમાં શહેરમાં 15.5 ડિગ્રી અને નલિયામાં 11.2 ડિગ્રીએ લઘુત્તમ પારો પહોંચતા શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો.  સોમવારે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15.5 ડિગ્રી, ડીસામાં 13.4, ગાંધીનગરમાં 13, વલ્લભ વિદ્યાનગરમાં 16.5, વડોદરામાં 15, સુરતમાં 21.6, વલસાડમાં 19.8, ભુજમાં 13.9, નલિયામાં 11.2, કંડલા પોર્ટમાં 16.6, અમરેલીમાં 17.4, ભાવનગરમાં 21, ઓખામાં 22.2, પોરબંદરમાં 17.4, રાજકોટમાં 15, વેરાવળમાં 20.3, સુરેન્દ્રનગરમાં 15.5, મહુવામાં 19.1, કેશોદમાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 27.6, ડીસામાં 28.8, ગાંધીનગરમાં 27.5, વલ્લભ વિદ્યાનગરમાં 28.1, વડોદરામાં 29.4, સુરતમાં 29, ભુજમાં 29.4, નલિયામાં 28.4, કંડલા પોર્ટમાં 29.5, અમરેલીમાં 27.2, ભાવનગરમાં 28.2, દ્વારકામાં 30.8, રાજકોટમાં 29.5, વેરાવળમાં 29.8, સુરેન્દ્રનગરમાં 28.9, મહુવામાં 28.4, કેશોદમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.