Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ – અમિતાભ બચ્ચન પણ કેમિયો રોલમાં

Social Share

અમદાવાદ – ગુજરાતી અર્બન ફિલ્મો એ ગુજરાતી સિનેમા જગતને નવી ઓળખ અપાવી છે,હવે ગુજરાતી ફિલ્મોને પણ દર્શકો મળતા થયા છે ત્યારે હવે બોલિવૂડના બેતાજ બાદશાહ હવે આપણાને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં જોવા મળવાના છે જી હા ,કોમેડિથી ભરપુર ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં શહેનશાહનો કેમીયો રોલ દર્શકોના દીલ જીતશે તે વાતો નક્કીજ,કારણ કે આ ફિલ્મમાં અબિતાભજીનો કેમીયો છે તો સાથે તેમણે તેમનો અવાજ પણ આપ્યો છે.

આ સાથે જ  જો ફિલ્મના કલાકારોની  વાત કરવામાં આવે  દિક્ષા જોષી, યશ સોની ઉપરાંત ફિલ્મમાં ભાવીની જાની અને પ્રશાંત બારોટ  પણ જોવા મળશે છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથેનો વિતેલા મહિને એક ફોટો પણ  શેર કરવામાં આવ્યો છે,સોશિયલ મીડિયામાં શેર કરેલા આ ફોટો ખૂબ વાયરલ થયો હતો,આ સાથે જ ગુજરાતીઓ એ બાબતનું મહત્વ લઈ રહ્યા છે કે બિગબી જેવા મેગા સ્ટાર પણ હવે ગજરાતી ફિલ્મમાં જોવા મળવાના છે.

જો ફિલ્મ રિલીઝ વિશેની વાત કરી તો તે  19 ઓગસ્ટ, 2022ના રોજ ફઇલ્મ  સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.આમ તો આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં આવી ચૂકી હવે આ ફિલ્મ માટે દર્શકો ઉત્સુક બન્યા છે.ઉલ્લેખનીય છે કે  બીગબી આ પહેલા ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં જોવા મળ્યા હતા.આ તેઓની પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે.

જો ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો ફ એક 28 વર્ષીય મધ્યમ-વર્ગીય માણસ તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક ભાગ્યશાળી સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે.  

આ ફિલ્મનું ટ્રેલર જોતા તમને ફિલ્મની વાર્તા વિશે ઘણુ બઘુ સમજમાં આવી જશે

આ ફિલ્મમાં અમિભાબ બચ્ચનાના રોલ માટે ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે કહ્યું કે “હું હંમેશા ગુજરાતીમાં કૌટુંબિક મનોરંજન કરવા માંગતો હતો અને મારા મગજમાં જે પ્રથમ નામ આવ્યું તે માત્ર અમિતાભ બચ્ચન હતું. હું સૌથી વધુ ભાગ્યશાળી છું કે તેઓ માત્ર કેમિયો ભજવવા માટે જ નહીં પરંતુ તેમના જાદુઈ અવાજને વર્ણનમાં આપવા માટે ઓનબોર્ડ આવવા માટે સંમત થયા”.

આ ફિલ્મ વિશે વૈશાલ શાહ કહે છે કે “તાજેતરમાં મિસ્ટર અમિતાભ બચ્ચન સાથેની હિન્દી ફિલ્મ ચેહરે પછી મિસ્ટર આનંદ પંડિત સાથે આ ફિલ્મનું નિર્માણ કરીને હું ગૌરવ અનુભવી રહ્યો છું અને હવે આ ફિલ્મમાં મિસ્ટર બચ્ચને નેરેટર તરીકે પોતાનો અવાજ આપ્યો છે અને તેણે કેમિયો પણ કર્યો છે. અમે 19મી ઑગસ્ટમાં તહેવારના સમયે ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છીએ, તેથી પરિવારો માટે આ એક મોટી ટ્રીટ હશે”.