Site icon Revoi.in

ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી સંખ્યામાં લોકો થયા ઘાયલ 

Social Share

ગુવાહાટી : પટના-ગુવાહાટી જતી બિકાનેર એક્સપ્રેસના કેટલાક ડબ્બા ગુરુવારે પશ્ચિમ બંગાળના દોમોહાનીમાં પાટા પરથી ઉતરી ગયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેનના પાંચથી છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પાટા પાસે પલટી ગયા. હાલમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ દરમિયાન એક મુસાફરે જણાવ્યું હતું કે,ટ્રેનમાં અચાનક જોરદાર આંચકો આવ્યો હતો, જેના પછી કોચ પલટી ગયા હતા. કેટલાક લોકોના મોત પણ થયા છે.

ભારતીય રેલ્વેએ પણ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. કહેવાય છે કે આ અકસ્માત સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં ટ્રેનના લગભગ 12 ડબ્બા પ્રભાવિત થયા હતા.ડીઆરએમ અને એડીઆરએમ અકસ્માત-રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે.

જણાવવામાં આવે છે કે ડોમોહાની સ્ટેશનની સૌથી નજીક જલપાઈગુડી છે. અહીંથી રાહત ટ્રેનની સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે. હાલ પોલીસ અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં લાગેલા છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને માયનાગુડી હોસ્પિટલ અને જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

જ્યારે આ ટ્રેન દુર્ઘટના બની ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓને બચાવ અને રાહત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું હતું.