Site icon Revoi.in

આસામની એક ડિજિટલ ચેનલ લાઈવ શો દરમિયાન હેક – ચાલુ શોમાં પાકિસ્તાની ઝંડો દેખાવા લાગ્યો

Social Share

સામાન્ય રીતે ન્યૂઝ ચેલનમાં આજકાલ પૈગમ્બર વિવાદને લઈને બનતી ધટનાઓનો પ્રવાહ વધ્યો છે આવી સ્થિતિમાં આસામ રાજ્યને એક ડિજિટલ ચેનલ લાઈવ શો દરમિયાન હેક થવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણેઆસામની એક લોકપ્રિય ઓનલાઈન ન્યૂઝ ચેનલ પર લાઈવ પ્રસારણ દરમિયાન અચાનક પાકિસ્તાનનો ધ્વજ દેખાવા લાગ્યો હચો. આ સાથે દ પૈગમ્બર મોહમ્મદ વિશે ગીત વાગવા લાગ્યું અને ટીકર પર ચાલવા લાગ્યું, કે ‘પવિત્ર પ્રોફેટનું સન્માન કરો’. 

કહેવામાં આવી રહ્યું છે કે આ ન્યૂઝ ચેનલ થોડા સમય માટે હેક કરવામાં આવી હતી. પૈગમ્બર પર બીજેપીના પૂર્વ નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ વિવિધ પ્રકારનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનો પણ થયા હતા.તેવી સ્થિતિમાં આ ઘટના સામે આવી છે.

એક પાકિસ્તાની હેકિંગ જૂથ ‘રિવોલ્યુશન પીકે’ પર ટાઇમ 8 ન્યૂઝ ચેનલના યુટ્યુબ એકાઉન્ટને હેક કરવાનો આરોપ છે. તે 7 મિલિયનથી વધુ અનુયાયીઓ સાથે આસામનું ડિજિટલ ન્યૂઝ નેટવર્ક છે. તેને દર મહિને સરેરાશ 60 કરોડ વ્યુઝ મળે છે. 9 જૂને લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન તેનું ટ્રાન્સમિશન અવરોધાયું હતું.

ટાઇમ 8 ડિજિટલ ન્યૂઝ નેટવર્કના મેનેજિંગ એડિટર જણાવ્યું હતું કે, “પાકિસ્તાન હેકર ગ્રૂપ રિવોલ્યુશન પીકેએ ટાઇમ 8ની યુટ્યુબ ચેનલને થોડા સમય માટે હેક કરી હતી અને તે દરમિયાન સ્ક્રીન પર પાકિસ્તાની ધ્વજ દેખાવા લાગ્યો હતો.

Exit mobile version