- અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર
- હાફીઝ સઈદનો નજીકનો છે સંબંધી
દિલ્હી- વિશ્વ આતંકવાદ સામે એક થઈને લડી રહ્યું છે ત્યારે અનેક કુખ્યાત આતંકીઓ સામે દરેક દેશઓ લાલઆંખ કરી રહ્યા છે ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ એક મોટું પગલું ભરતા સોમવારે પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.
આંતકી મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષની 1267 ISIL અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.જે કુખ્યાત આતંકવાદી હાફીઝ સઈદનો નજીકનો સંબંધી બનેલી છે.જૂન 2022 માં, ચીને પ્રતિબંધ સમિતિ હેઠળ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સૂચિબદ્ધ કરવાના ભારતના પ્રસ્તાવને અવરોધિત કર્યો, જેને UNSC 1267 સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની વ્યાપક ટીકા પણ કરવામાં આવી હતી.
વિતેલા વર્ષ દરમિયાન ભારતે યુએનમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો. પરંતુ ચીને તેના પર રોક લગાવી દીધી હતી.
યુએનએ તેના નિવેદનમાં કહ્યું કે, 16 જાન્યુઆરી, 2023ના રોજ, સુરક્ષા પરિષદની સમિતિએ અબ્દુલ રહેમાન મક્કીને ISIL, અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પ્રતિબંધિત સૂચિમાં મૂક્યો. અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓને સૂચિબદ્ધ કરવા અંગેના યુએનએસસીના ઠરાવ મુજબ, મક્કી હવે ભંડોળ મેળવી શકશે નહીં, શસ્ત્રો ખરીદી શકશે નહીં અને અધિકારક્ષેત્રની બહાર મુસાફરી કરી શકશે નહીં. ભારત અને અમેરિકા પહેલા જ મક્કીને તેમના કાયદા હેઠળ આતંકવાદીઓની યાદીમાં રાખઈ ચૂક્યા છે ત્યારે હવે તે વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે.