Site icon Revoi.in

વાળ વોશ કર્યા બાદ ગૂંચવાય જાય છે, તો હવે વાળની ગૂંચને રિમૂવ કરવા અપનાવો આ ટિપ્સ

Social Share

ઘણાના વાળ એટલા ઘટ્ટ હોય છે કે ગૂંચ કાઢવી ખૂબ મુશેકલ કામ બને છે,ઘણાના વાળ એટલા પાતળા હોય છે કે તરત જ ગૂંચ થઈ જાય છે, આ ભાગદોળ વાળી લાઈફમાં ગૂંચ કાઢવામાં વધુ સમય જતો રહેતો હોય છે આવી સ્થિતિમાં તમારે ઘરેલું કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ જેથી ઓછા સમયમાં ગૂંચ નીકળી જાય અને વાળ તૂટે પણ નહી.

વાળમાં ગૂંચ થતી હોય તો રોજ રાતે આટલું કરો

જો તમારા વાળ ભરાવદાર છે અને ખૂબ ચૂંચ થાય છે તો ઓશિકાનો ઉપયોગ કરો ત્યારે તેના ઉપરનું કવર શિલ્કનું રાખો, કોટનના કવરમાં ગૂંચ થવાની શક્યતાઓ વધુ છે.

રોજ રાતે સુતા વખતે વાળને બાંઘીને સુવાની આદત રાખો, જો વાળ ખુલ્લા રાખને સુવો છો તો વાળ એકબીજામાં ગૂંચવાય જશે પરિણામે ગૂચમાં વધારો થશે

જ્યારે પણ વાળ વોશ કરો ત્યારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર કરવાની આદત રાખો.

વાળને વધારે પડતા ખુલ્લા લરાખવીથી પણ ગૂંચ થાય છે જેથી વાળની પોની કરીને વાળને બાંધી લેવા જોઈએ, માત્ર જરુર પડ્યે જ વાળ ખુલ્લા રાખના જોઈએ આમ કરવાથી ગૂંચ બિલકૂલ થતી નથી.પોનીમાં વાળ બંધાયેલા હોવાથી વાળ છૂટ્ટા જ રહે છે ગૂંચવાડો ખતો નથી.

રોજ રાતે તમારા વાળમાં બદામના તેલથી 10 મિનિટ માલિશ કરીને સુવો જેથી સવારે વાળ ઘોયા બાદ સરળતાથી ગૂંચ નીકળી શકે છે.

જો તમને વધુ પડતા હેર કોરા રાખવાની આદત છે તો ચેતી જજો, વાળ કોરોના રાખવાથ સફેદ જલ્દી થાય છે અને ગૂંચ વધે છે, જેથી વાળને વોશ કર્યા બાદ વાળા કોરો થાય એટલે તરત જ તેલ નાખીને વાળ બાંધી લેવા જોઈએ

 

Exit mobile version