Site icon Revoi.in

હેરની સ્કેલમાં સફેદ દાણાથી ટાલ થવાની શક્યતા વધે છે- તેને દૂર કરવા અપનાવો આ ટિપ્સ

Social Share

સામાન્ય રીતે શિયાળો આવતા માથીની સ્કેલમાંસેફદ દાણા જેવો પ્રદાર્થ થતો હોય છે જે ખોળઓ નહી પણ ભરેલા દાણા જેવો હોય છે જેનાથી વાળ ખરવાથી લઈને ટાલ પડવાની સલમસ્યા રહેલી હોય છે

માથાની સ્લેકમાં થતા પિમ્પલ્સથી માત્ર માથામાં ખંજવાળ આવતી નથી, પરંતુ તે ખૂબ જ દુખાવો પણ કરે છે. વાળમાં તેલ દેખાવું, ગંદકી થવી અને ચોંટી જવું પણ તેની આડ અસર છે. તેને માથા ઉપરની ચામડીના ખીલ પણ કહેવામાં આવે છે. માથા ઉપરની ચામડી પરના આ ખીલ વધુ પડતા કેમિકલયુક્ત પદાર્થોના ઉપયોગ, મૃત કોષો અથવા વધુ પડતી તૈલી ત્વચાને કારણે પણ થઈ શકે છે.  આ સમસ્યા માત્ર મોંઘા ઉત્પાદનો સાથે જ  હલ થશે, એવું નથી. કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ છે જેના દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જોજોબો ઓઈલ

જોજોબો તેલમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ વાળના મૂળમાંથી વધારાનું તેલ કાઢીને ગંદકીથી ભરાયેલા છિદ્રોને સાફ કરે છે. તમારા શેમ્પૂમાં તેના થોડા ટીપાં નાખીને તેને ધોઈને તમે આ પિમ્પલ્સથી જલ્દી છુટકારો મેળવી શકશો.

નારિયેળ તેલ

તેના એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માથાના પિમ્પલ્સ પર અદ્ભુત અસરકરે છે. તેને તમારા માથાની ચામડી પર મૂળથી છેડા સુધી લગાવો. દર અઠવાડિયે તેને લગાવશો તો, તમે પરિણામ જોઈ શકશો.

ટી ટ્રી ઓઈલ

આ તેલના ઉપયોગના થોડા જ દિવસોમાં તેની અસર માથા પર દેખાવા લાગે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે એક અસરકારક ઉપાય છે. તે સંક્રમણને ઘટાડીને પિમ્પલ્સના ફેલાવાને પણ અટકાવે છે. જોજોબા અથવા બદામના તેલમાં તેને મિક્સ કરો અને માથા પર હળવા હાથે મસાજ કરો.

એલોવેરા જેલ

આ જેલ ખીલ વિરોધી અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે, તેથી બીમાર તે પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે તે એક સારો વિકલ્પ છે. એલોવેરા જેલ સીધા તમારા માથાની ચામડી પર લગાવો અને તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો અને ઠંડા પાણીથી ધોઈ લો.

આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે આ પિમ્પલ્સ ફરી પાછા ન તે માટે ચુસ્ત હેરબેન્ડ કે હેલ્મેટ વગેરે માથામાં ન બાધંવુ જોઈએ, મોંધા કેમિકલ યૂક્ત હેરકેર ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. માથા પર લાંબા સમય સુધી પરસેવો ન રહેવા દો. કસરત કર્યા પછી શક્ય તેટલી વહેલી તકે તમારા ઘોઈલો