Site icon Revoi.in

HAL એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછલા ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની ઈમેજને કરી દૂર

Social Share

બેંગલુરુઃ- આજરોજ મંગળવારે  હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ બેંગલુરુમાં યોજાઈ રહેલી એરો ઈન્ડિયા શોની ઈવેન્ટમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટમાંથી ભગવાન હનુમાનનો ફોટો દૂર કર્યો છે. 

 વિતેલા દિવસે એરો ઈન્ડિયા શો ના ઉદ્ઘાટનમાં HAL દ્વારા હિંદુસ્તાન લીડ ઈન ફાઈટર ટ્રેનરનું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું. તેની પાછળની બાજુએ ભગવાન હનુમાનનું ચિત્ર જોવા મળ્યું હતું જે ચર્ચાનો વિષઅય બન્યું હતું.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત આ સુપરસોનિક ટ્રેનર એરક્રાફ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટ્રેનર એરક્રાફ્ટનું નામ HLFT-42 હતું, જેને HAL એડવાન્સ્ડ ફાઈટર ટ્રેનર એરક્રાફ્ટ તરીકે રજૂ કરી રહ્યું હતું. આ પ્લેનના પાછળના ભાગમાં હનુમાનજીનું ચિત્ર કોતરવામાં આવ્યું હતું. હનુમાનજીની તસવીરની સાથે તેના પર ‘ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ’ લખેલું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શરુ થયેલી એરોઈન્ડિયા ઈવેન્ટનું ઉદ્ધાટન પીએમ મોદી દ્રારા કરવામાં આવ્યું હતું એરો ઈન્ડિયાનો ઉદ્દેશ્ય સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિ અને ક્ષમતાઓ પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમનું કેન્દ્ર સરકારના ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીઓનું પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવાનો છે.