Site icon Revoi.in

HAL એ ‘હૉક આઈ’ વિમાનનું સફળ પરિક્ષણ કર્યું – 100 કિમી દૂરથી દુશ્મનોના ઠેંકાણા પર વાર કરવાની ક્ષમતા

Social Share

દિલ્હીઃ-દેશમાં આત્મ નિર્ભર અભિયાન હેઠળ ત્રણેય સેનાને અનેક બળ પુરુ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે ગુરુવારના રોજ ભારતે સ્વદેશી હોક આઇ વિમાનમાંથી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન ‘સો’ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ ઓડિશાના દરિયાકાંઠે આ દેશના પ્રથમ સ્માર્ટ હથિયારનું પરીક્ષણ કર્યું છે.આ સો, 100 કિમી દૂર સ્થિત દુશ્મનના રડાર, બંકરો, ટેક્સી ટ્રેક, રનવે સહિતના કોઈપણ સ્થાનોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનદ્વારા વિકસિત આ હથિયારનો વજન 125 કિલો છે જેનું જગુઆર વિમાન દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.એચએએલના પરીક્ષણ પાઇલટ્સ નિવૃત્ત વિંગ કમાન્ડર પી અવસ્થી અને નિવૃત્ત વિંગ કમાન્ડર એમ પટેલે હોક-એમકેઆઈ 132 વિમાનમાંથી ઉડાન ભરી હતી અને શસ્ત્રનું પરીક્ષણ કર્યું હતું.

આ હથિયારને રાફેલમાં લગાવવાની યોજના

આ એક પ્રકારનો નિર્દેશીત બોમ્બ છે,જે મિસાઈલ અથવા રોકેટની તુલનામાં ખુબ જ સસ્તો હશે, ભારતીય વાયુસેનામાં સામેલ થતા આ હથિયારને રાફાલમાં પણ સ્થાપિત કરવાની યોજના છે તે એક પ્રકારનો ગાઇડ બોમ્બ છે,. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે વર્ષ 2013 માં મંજૂરી આપી હતી.

હથિયારોનું પ્રથમ સફળ પરિક્ષણ મે મહિનામાં વર્ષ 2016મા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ વર્ષ 2017મા એક બીજુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું ક્યાર બાદ 16 અને 18 ઓગસ્ટ વર્ષ 2018મા ત્રણ સફળ પરિક્ષણ કરાયા આ સાથએેજ ટોટલ પરિક્ષણની સંખ્યા 8 થઈ ચૂકી છે.

ગુરુવારે કરવામાં આવેલું આ પરિક્ષણ 9 મું હતુ. નોંધનીય છે કે ગયા વર્ષે ડીઆરડીઓ દ્વારા વિકસિત રુદ્રમ એન્ટી રેડિયેશન મિસાઇલનો સુખોઈ -30 લડાકુ વિમાન સાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સાહિન-