Site icon Revoi.in

ધોરણ 10 અને 12 પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરનારા શિક્ષકોને પણ હોલ ટિકિટ અપાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વખતે પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ વહેલા શરૂ કરી દેવામાં આવશે. અને ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાં રોકાયેલા શિક્ષકોના માટે પણ હોલ ટિકિટ આપવામાં આવશે. જોકે શાળાએ બોર્ડની વેબસાઇટમાંથી હોલ ટિકીટ ડાઉનલોડ કરીને તેમાં શિક્ષકના વિષય, નામ, પગારધોરણ સહિતની વિગતો ભરીને શિક્ષણ બોર્ડની ઓફિસમાં મોકલવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી તા.11મી માર્ચથી શરૂ થશે. આ પરીક્ષાઓનું પરિણામ લોકસભાની ચૂંટણીને લીધે વહેલું આપવાનું હોવાથી પરીક્ષાની સાથે જ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાશે. હાલ પરીક્ષાર્થીઓને હોલ ટિકીટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી શાળાઓએ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે.  ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના પ્રારંભની સાથે સાથે વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. તેમ વિદ્યાર્થીઓની હોલ ટિકિટની સાથે સાથે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં રોકાયેલા વિષય શિક્ષકોની પણ હોલ ટિકિટ તૈયાર કરવામાં આવી છે. શિક્ષકોએ હોલ ટિકીટને શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તેમના નિમણુંક પત્રોમાં શાળાનું નામ, શિક્ષકનું નામ, શિક્ષકની શૈક્ષણિક લાયકાત, વિષય, શિક્ષકનો પગારધોરણ સહિતની વિગતો ભરીને શિક્ષણ બોર્ડની ઓફિસમાં મોકલી આપવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી માટેના કરવામાં આવેલા ઓર્ડરમાં કયા વિષયનું અને કયા સ્થળે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી માટે જવાનું છે સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. જોકે શિક્ષકોને મોકલવામાં આવેલા ઓર્ડરમાં શિક્ષકના નામ, વિષયમાં સહિતની કોઇ ભૂલ હોય તો શાળાએ સાચી વિગતો ભરીને પણ મોકલવાનું રહેશે. ઉપરાંત શિક્ષકોને નિમણુંક પત્રો આપ્યાની સહી લઇને શાળાએ એક કોપી શિક્ષણ બોર્ડની ઓફિસમાં અને એક કોપી શાળાએ પોતાના રેકોર્ડમાં રાખવાનું રહેશે.