Site icon Revoi.in

યુવતીઓને કમ્ફર્ટ લૂક આપે છે હેરમ, ફેશનની દુનિયામાં હેરમમાં હવે અનેક નવી પેર્ટનનું આકર્ષણ

Social Share

 

યુવતીઓ હંમેશા ફેશનને લઈને આગળ રહે છે, તેમના કપડાને એક્સ્ટ્રા લૂક આપવા માટે અવનવા બોટમવેરનો ઉપયોગ કરે છે, જેમાં એક છે હેરમ, હેરમ આમ તો ઘોતી જેવો દેખાવ ધરાવે છે,આ સાથે જ હેરમ લોંગમાં અને શોર્ટમાં એમ બન્ને પ્રકારમાં જોવા મળે છે. પ્લેન અને પ્રિન્ટેડ બે પ્રકારની હેરમ જોવા મળે છે.

હેરમ પર મોટા ભાગની યુવતીઓ ટીશર્ટ અને ટોપ પહેરવાનું પસંદ કરે છે,આમ તો થોડી લોંગ કુર્તી ઉપર પણ હેરમ પહેરી શકાય છે ,જો કે શોર્ટ ટોપ અને ટીશર્ટ વધુ શૂટ થાય છે,ફેશનની દુનિયામાં ઘણા ફેરફારો થઈને તે નવી ફેશન બને છે હેરમ પણ એજ રીતે ફેશનમાં આવી છે

ટી-શર્ટસ અને ટયુનિક સાથે વધારે પહેરાતા શોર્ટ હેરમ સાથે તમે સ્પેગેટી કે ઓફ શોલ્ડર ટોપ પહેરીને આકર્ષક દેખાઇ શકો છો. શોર્ટ હેરમની સ્ટાઇલને ડેન્ગલરમાં પણ ઉમેરવામાં આવી છે. યુવતીઓ પિકનિક પર જાય ત્યારે તે પહેરી શકે છે. તે એક જ કલરમાં હોય છે અને કમરના ભાગમાં તેને બેલ્ટની ડિઝાઈન પણ આપવામાં આવે છે.

ડેનિમ કે કાર્ગોને શોર્ટ કરી તેને જીન્સ શોર્ટ્સનું રૂપ આપવામાં આવ્યું. કોટન અને લિઝિબિઝીના નાઇટવેરમાં ઉપયોગમાં લેવાતા લોંગ પેન્ટને બરમૂડા તરીકે બજારમાં મૂકવામાં આવ્યા. લોંગ સ્કર્ટને શોર્ટ કરવામાં આવ્યા અને હેરમ પેન્ટને પણ હવે શોર્ટ હેરમનું રુપ આપવામાં આવ્યું છે. પહેલા માત્ર લોંગ હેરમ આવતી હતી પરંતુ સમયની સાથે સાથએ તેમાં પણ પરિવર્તન આવ્યું અને હેરમને શોર્ટ કરાઈ, હવે આ શોર્ટ હેરમ નાઈટવેર માટે ફોમસ બની છે. જે ઘુંટણથી થોડી નીચે સુધી હોય છે.

આમ તો હેરમની ફેશન૩૦ વર્ષ જુની ફેશન છે. વર્ષો પહેલા બેગી પેન્ટ જેવો લુક ધરાવતું આ પેન્ટ કમરના ભાગથી ફિટિંગવાળું અને થાઇસના ભાગેથી લઇને પગની એડી સુધી પહોળું હોવાથી પહેરવામાં ખૂબજ સરળ અને કમ્ફર્ટેબલ હોય છે , જે ખાસ કરીને પહેલાના વખતમાં અંગ્રેજોના સમયમાં સૈનિકો પહેરતાં હતાં. એ પેન્ટને તે સમયમાં ‘પેરાશૂટ પેન્ટ’ તરીકે ઓળખવામાં આવતા હતા. જેને આપણે અત્યારે કાર્ગો પેન્ટ કહીએ છે, આ ‘પેરાશૂટ પેન્ટ’ પરથી જ હેરમની ડિઝાઈન ઉતરી આવી છે, હેરમ તેનું બીજુ સ્વરુપ કહી શકાય

ખાસ કરીને હેરમ ડાન્સ કરતા લોકો વધુ પહેરે છે, કારણ કે તે પગ પાસેથી સાંકળી હોવાથી પગમાં આવવાનો ભય રહેતો નથી અને સરળતાથી પગના સ્ટેપ્સ કરી શકાય છે, આ હેરમ અને ટીશર્ટ પહેરીને ડાન્સ કરવામાં આવતો સ્ટેપ અને મૂવ્સ ક્લિન જોઈ શકાય છે, મનવા લાગે સોંગમાં દિપીકા પાદુકોણે હેરમ પહેરી હોય છે, બસ આ  હેરમનો આજકાલ ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.