Site icon Revoi.in

હરિદ્વાર કુંભ 2021 : આજથી શાહી સ્નાન શરૂ, 13 અખાડાના સંતો લગાવશે આસ્થાની ડૂબકી

Social Share

ઉતરાખંડ : કોરીના મહામારી વચ્ચે હરિદ્વારમાં આજે કુંભનું શાહી સ્નાન છે.સામાન્ય શ્રદ્ધાળુની સાથે અખાડાના સંતો આજે સોમવતી અમાવસ્યા નિમિત્તે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવશે. આજથી શરૂ થતું શાહી સ્નાન 14 એપ્રિલ સુધી ચાલશે. પ્રશાસન તરફથી આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી ચુકી છે.

સ્નાનને લઈને ચાલુ કાર્યક્રમ મુજબ 13 અખાડાના સંતો ગંગામાં આસ્થાની ડૂબકી લગાવશે. તેમાં 7 સન્યાસી, ૩ વૈરાગી  અને ૩ વૈષ્ણવ અખાડા પણ સામેલ છે. શાહી સ્નાન માટે કુંભ પ્રશાસન તરફથી નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. હર કી પૈડીના બ્રહ્મકુંડ અખાડાના સંતો માટે શાહી સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

બ્રહ્મકુંડ ખાતે માત્ર અખાડાના સંતોને સ્નાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સવારે 7 વાગ્યા પછી સામાન્ય શ્રદ્ધાળુઓને ગંગામાં સ્નાન કરવાની છૂટ નથી. અખાડાના સંતોના શાહી સ્નાન પછી જ સામાન્ય લોકોને બ્રહ્મકુંડમાં સ્નાન કરવાની છૂટ આપવામાં આવશે.

કુંભમેળાના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હર કી પૈડી વિસ્તારમાં સ્નાઈપર્સ તૈનાત કરાયા છે. ડોગ સ્કવોડ અને એન્ટી બોમ્બ સ્કવોડની ટીમોને પણ તૈયાર રહેવા જણાવ્યું છે.

દેવાંશી