Site icon Revoi.in

 તમે ક્યારેય સાંભળ્યું છે કે ગર્ભવતી મહિલાઓના બેબી બમ્પની હરિફાઈયોજાતી હોય.જાણો આવા દેશ વિશે

Social Share

સૌથી મોટૂ પેટ હોય તેને મળે છે ઈનામ

એક મહિલા માટે ગર્ભવતી હોવું તે વિશ્વની સૌથી મોટી ખુશી છે.ગર્ભની વૃદ્ધિને કારણે સગર્ભા સ્ત્રીઓનું પેટ મોટું થાય છે તે વાત આપણે સૌ કોી જાણીએ છે અને તે સહજ વાત છે. આ વાત તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ગર્ભવતી મહિલાઓના બેબી બમ્પને માપવા માટે એક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.

જાણકારી પ્રમાણે નિકારાગુઆ દેશમાં એક સ્પર્ધા યોજાય છે જેમાં મહિલાઓના બેબી બમ્પની હરીફાઈ થાય છે. આ સ્પર્ધામાં જે મહિલાનું પેટ સૌથી મોટું હોય તે વિજેતા ઘોષિત થાય છે. આવો જાણીએ આ સ્પર્ધામાં જીતનાર મહિલાને શું ઇનામ મળે છે?

નિકારાગુઆ એ મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ છે જ્યાં બેબી બમ્પના કદને માપવા માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાનું આયોજન સ્થાનિક રેડિયો સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ત્રણ ગર્ભવતી મહિલાઓ સ્ટેજ પર ઉભી જોવા મળી રહી છે. આ પછી, ત્રણેયના બમ્પનું કદ એક પછી એક માપવામાં આવે છે. સૌથી મોટી બમ્પ ધરાવતી મહિલાને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સ્પર્ધામાં કુલ 19 મહિલાઓએ ભાગ લીધો હતો.

19 મહિલાઓના બમ્પ માપ્યા બાદ, લેયલા રેબેકા હર્નાન્ડીઝ નામની 22 ઇંચની બેબી બમ્પ ધરાવતી 31 વર્ષની મહિલાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. મહિલા વીડિયોમાં કહી રહી છે કે તેના મિત્રોએ તેને આ સ્પર્ધા વિશે જણાવ્યું હતું. આ પછી તેણે આ સ્પર્ધામાં આવવાનું નક્કી કર્યું.આ સ્પર્ધા જીતવા પર મહિલાને રેફ્રિજરેટર, બેબી કેર પ્રોડક્ટ્સ અને $130 નું ઇનામ મળ્યું. તેની પાસે ભારતીય રૂપિયામાં લગભગ 10 હજાર રૂપિયા છે.