Site icon Revoi.in

શું ક્યારેય તમે નોટિસ કર્યું છે કે, મહિલા અને પુરુષના શર્ટના બટન જુદી-જુદી સાઈડમાં હોય છે -જાણો તેના પાછળનું કારણ

Social Share

સામાન્ય રીતે મહિલાઓ અને પુરુષ બન્ને શર્ટ તો પહેરતા જ હોય છે, જો કે આ વાત સહજ છે એમાં કંઈજ નવું નથી, પરંતુ નવાઈની વાત એ છે કે,આ બન્નેના શર્ટના બટનની બાજુ જૂદી-જૂદી રાખવામાં આવે છે.

જી હા, તમને જાણીને નવાઈ ચોક્કસ લાગી હશે, કે આ તો ક્યારેય અમે નોટિસ જ નથી કર્યું કે, બન્નેના શર્ટના બટન અલગ અલગ સાઈડમાં રાખવામાં આવે છે,જો ધ્યાન નથી આપ્યું તો હવે જોઈ લેજો મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુ પર હોય છે. જ્યારે પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુ હોય છે.

હવે આમ શા માટે હશે, તે સવાલ તમને જરુર સતાવતો હશે , તો આજે આપણે જાણીશું આ માટેનું ખાસ કરાણ, જે આજ પહેલા તમને ક્યારેય ખબર પણ નહી હોય

આ માટેનું એક ખાસ કારણ એ જણાવવામાં આવે છે કે, બટન ખોલવા અથવા બંધ કરવા માટે પુરુષોને ડાબા હાથનો વધુ ઉપયોગ કરે છે, જેથી તેમના શર્ટના બટનની સાઈડ જમણી રાખવામાં આવે છે જ્યારે મોટા ભાગની મહિલાઓનું આ બાબતે ઉલટું જોવા મળે છે, મહિલાઓ આ કાર્ય માટે ડાબા હાથનો મોટા પ્રમામમાં ઉપયોગ કરે છે,એટલા માટે તેમના શર્ટમાં બટન ડાબી બાજુ હોય છે.

બીજુ કારણ એ પણ જણાય આવે છે કે,પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ઘોડા પર સવારી કરતી જેથી તે ડાબી બાજુ બટનવાળા શર્ટ પહેરતીહવાથી શર્ટ ખુલી ન જાય એટલા માટે શર્ટના બટન ડાબી બાજુ રાખવામાં આવે છે.ત્યારથી લઈને આજ દિન સુધી મહિલાઓના શર્ટના બટન આજ રીતે જોવા મળે છે

સાહિન-